જડબા તથા મોઢાના સાંધાની દૂરબીન વડે સારવાર કરતી જામનગર દેવભૂમિ દ્વારકાની એકમાત્ર હોસ્પિટલ નો રવિવારે થશે પ્રારંભ

જડબા તથા મોઢાના સાંધાની દૂરબીન વડે સારવાર કરતી જામનગર દેવભૂમિ દ્વારકાની એકમાત્ર હોસ્પિટલ નો રવિવારે થશે પ્રારંભ

Mysamachar.in-જામનગર:

જડબા તથા મોઢાના સાંધાના દૂરબીન વડે સારવાર કરતી જામનગર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા ની એકમાત્ર હોસ્પિટલનો ડો.જીત પ્રકાશ ભગદે જામનગરમાં આગામી રવિવાર તારીખ ૩ ના રોજ મંગલ પ્રારંભ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જામનગર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં પાન મસાલા ગુટકા વગેરેના કારણે મોઢાના, જડબાના, તથા સાંધાના દર્દોમાં અપ્રતિમ વધારો થયો છે, અને તેને  માટેની અધ્યતન સારવારની તાતી જરૂરિયાત ઉભી થઇ છે, જામનગર હવાઈ ચોકમાં દાયકાઓથી ભગદે મેટરનીટી હોસ્પિટલ ના માધ્યમથી સેવા આપતા ડો. દિપકભાઈ ભગદેના ભત્રીજા ડો. જીત પ્રકાશભાઈ તાજેતરમાં જ જયપુર,જોધપુર ખાતે અભ્યાસ-અનુભવ પ્રાપ્ત કરી એ જ હોસ્પિટલમાં ભગદે મેક્સિલોફેશિયલ એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર ની મંગલ શરૂઆત કરી રહ્યા છે,

શરૂ થનાર આ અદ્યતન હોસ્પિટલ દ્વારા મોઢા તથા જડબામાં થતા કેન્સર તથા ગાંઠની સારવાર, પાન સોપારી તમાકુ ખાવાથી ઓછા ખુલતા મોઢા ની સારવાર, મોઢા કે જડબામાં થયેલ રસી અન્ય ભાગમાં ફેલાતું હોય તો તેની સારવાર, ઉપરાંત મોઢા તથા કાન પાસે થતા અવાજ, કાન પાસે પીડા, મોઢું ઓછુ  ખોલવું કે મોઢું ખુલ્લું રહી જવું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, ડહાપણની દાઢ,હલતી dadh, રસી થયેલ દાઢ ની સારવાર પણ કરવામાં આવશે. વિશેષમાં મેક્સિલોફેશિયલ ટ્રોમા અકસ્માતથી મોઢામાં લોહી નીકળવું, મોઢું બંધ ન થઈ શકવું, દાંત ભેગા ન થવા, ચહેરા ઉપર ઘા( પ્લાસ્ટિક સર્જરી) લાળગ્રંથીની સારવાર જેવી સારવારો નો પણ સમાવેશ થાય છે.