જામનગરમાં ઊંચકાયો તાપમાનનો પારો 

આજનું તાપમાનનો પારો 39 ડીગ્રી...

જામનગરમાં ઊંચકાયો તાપમાનનો  પારો 

Mysamachar.in-જામનગર:

રાજ્યના હવામાન વિભાગે તાપમાનનો પારો ઉંચો જવાની આપેલ આગાહી જામનગર માટે પણ સાચી ઠરી રહી હોય તેમ લાગે છે, આજે જામનગરમાં એક જ દિવસમાં તાપ્માનાનમાં 2.5 ડીગ્રીનો  ઉછાળો આવતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે, જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલ બપોર બાદ તાપમાનમાં 2.5 ડીગ્રીનો ઉછાળો આવ્યો હતો, આગામી ત્રણ દિવસ સુધી જામગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે તેવું પણ આગાહી પરથી લાગે છે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ મહત્તમ આજનું તાપમાન 39 ડીગ્રી, લઘુત્તમ તાપમાન 25.5 ડીગ્રી, ભેજનું પ્રમાણ 81 ટકા અને પવનની ગતિ 12.5 કી.મી. પ્રતિ કલાક જોવા મળી છે.