પશુ આહારની આડમા ઘુસાડવામાં આવી રહેલ લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો

નામચીન બુટલેગરોના ખુલ્યા નામ

પશુ આહારની આડમા ઘુસાડવામાં આવી રહેલ લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગુજરાતમા દારૂબંધી ભલે હોય પણ બુટલેગરો નીતનવા કીમિયા અજમાવીને પ્યાસીઓ સુધી દારૂ પહોચાડી દેતા હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકા LCB ને પશુઆહારની આડમાં છુપાવી ને લાવવામાં આવી રહેલ અંગ્રેજીશરાબ ભરેલો ટ્રક ઝડપી પાડતા નામચીન બુટલેગરોના નામ ખુલવા પામ્યા છે,

દ્વારકા એલસીબી અલગ અલગ ટીમ સાથે જામનગર દ્વારકા હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીદારોથી સયુક્તમાં હકીકત મળેલ કે ભાણવડ તાલુકાનાં રાણપર ગામના ગુજરાત રાજ્યનો નામચીન પ્રોહી-બુટલેગર બધાભાઇ ભોરાભાઈ રબારી તથા અરજણભાઇ આલાભાઈ રબારી તેના સાગરીતો સાથે ઇંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો ટોરસ-ટ્રક દ્વારા મંગાવેલ હોવાની હકીકત આધારે જામનગર-દ્વારકા હાઇવે રોડ પર લાલપુર બાયપાસ્ ચોકડી પાસે ખંભાળીયા ખાતે બે અલગ અલગ ટીમો બનાવી વોચમાં રહેલ દરમ્યાન જામનગર તરફથી રાજસ્થાન પાર્સિંગ નો ટ્રકનં RJ-૪૦-GA-૦૯૩૭ આવતા તેને રોકાવતાં ટ્રક બેરીકેટ પર ચડાવી ભાગવાની કોશીશ કરતાં ટ્રકની પાછળ દોડી આરોપી વેજાભાઈ ભોરાભાઈ સામળાને પકડી પાડી આ ટ્રકમાં ઉપરના ભાગે પશુ-આહારના બાચકાની આડમાં સંતાડેલ ઇંગ્લીશ દારૂની કુલ પેટી નંગ-૯૧૮ કુલ બોટલ નંગ-૧૧૦૧૬ પોલીસને મળી આવી છે, પોલીસે દારૂ ભરેલ ટ્રક સહીત કુલ ૫૯,૨૯,૪૦૦/- ના મુદામાલ સાથે પ્રોહી બુટલેગર વેજાભાઈ ભોરાભાઈ શામળા ને પકડી પાડી ખંભાળીયા પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરાવી આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે.