હવે તમે નહિ પહેરો હેલ્મેટ તો પણ નહિ થાય દંડ..

વાંચો સરકારનો નિર્ણય 

હવે તમે નહિ પહેરો હેલ્મેટ  તો પણ નહિ થાય દંડ..
file image

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાક સમયથી હેલ્મેટ ના કાયદાને લઈને તેમાંય પણ શહેરી વિસ્તારમાં આ કાયદાની અમલવારી અને તગડા દંડને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે લોકરોષને ચરમસીમાએ જતો જોઈને આજે મળેલી રાજ્યની કેબિનેટ બેઠક બાદ મંત્રી આર.સી.ફળદુએ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શહેર વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત બનાવી શહેરીવિસ્તારના લોકોને હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપતી જાહેરાત કરવામાં આવી છે. જેથી  હવે મહાનગરપાલિકા અને નગરપાલિકા  વિસ્તારોમાં હેલ્મેટ ના પહેરનાર વાહનચાલકોનો દંડ પોલીસ કરશે નહિ.આમ ક્યાંક ને ક્યાંક લોકરોષ ને જોતા સરકારે પાછીપાની કરવી પડી હોય તેમ લાગે છે.