ફરીથી હેલ્મેટનુ ભૂત ધુણશે કે.....

સરકારી તિજોરી ભરાશે

ફરીથી હેલ્મેટનુ ભૂત ધુણશે કે.....

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

હાલારના બંને જિલ્લામા મળીને તેના સહિત સમગ્ર રાજ્યમા ફરી હેલમેટનુ ભૂત કાલથી ધુણશે અને પોણા બે લાખથી વધુ દ્વિચક્રી વાહન ચાલકો પોલિસ ટ્રાફીક આરટીઓની વોચ હેઠળ રહેશે, આમ તો સપ્ટેબરમા ટ્રાફીક નિયમો હેઠળ દંડની રકમમા ફેરફાર ખાસ તો વધારો થયો બાદ ભારે ઉહાપોહ થયો અને અમલવારીની મુદત થોડી વધી બાદમા ફરીથી થોડી એટલે કે ૧૫ ઓક્ટોબર સુધી હેલમેટ પી.યુ.સી. માટે રાહત અપાઇ ત્યારબાદ દિવાળીના તહેવાર બાદ આ અમલ કરવાનુ સરકારે જાહેર કર્યુ છે,

ત્યારે આવતીકાલ એટલે કે લાભ પાંચમથી આ ભૂત ફરીથી ધુણશે કે હજુ થોડા દિવસ રાહત અપાશે તે જોવાનુ છે, વાહન ચાલકોની તો અપેક્ષા હોય જ કે મુદત વધે તે સ્વાભાવિક છે કેમકે હજુ સુધી દરેક વાહન ચાલકે હેલમેટ વાસાવી લીધાનુ સો ટકા નથી થયુ પીયુસી પણ હજુ ઘણા વાહનોના બાકી છે, તેમાંય વર્ષોથી હેલમેટની ટેવ ન હોય ઓંચિતા હેલમેટ પહેરવાથી લોકોને ફાયદા કરતા નુકસાન વધુ થઇ શકે છે, માટે જ લાયસન્સ વીમો આર સી બુક પીયુસી યોગ્ય પાર્કીંગ વગેરે બરાબર છે, 

પરંતુ હેલમેટ થી ફાયદા કરતા લોકોને નુકસાન અકળામણ અને પ્રતિકુળતા વધુ છે, ઉપરથી આમેય સીટીની અંદર વધુ ઝડપે વાહન ચલાવી શકાતુ નથી(અમુક અછપરાઓને બાદ કરતા) અને અકસ્માત થાય તે તો અમસ્તાય ખાડા  ઢોર કે રસ્તાની યોગ્યતાના અભાવે પણ થાય છે વાહનચાલકોના આવા અનેક અભિપ્રાયો વચ્ચે હવે જોવાનુ એ છે કે કહેવાતી સંવેદનશીલ સરકાર ખાસ કરી હેલમેટ માટે શુ આખરી નિર્ણય લે છે કે પછી રાહત ન આપી ને જેમ લોકો મજાક કરે છે તેમ નાણા તંગી દૂર કરવા દંડનુ શસ્ર સરકાર ઉગામવાનુ શરૂ કરી દેશે તે જોવાનુ છે, તે બધી બાબતોની અવઢવ સાથે વાહનચાલકો  વિમાસણમા છે.