ગર્ભપાતના ધીકતા ધંધા સામે આરોગ્ય તંત્રના આંખમીચામણા

ગર્ભપાતના ધીકતા ધંધા સામે આરોગ્ય તંત્રના આંખમીચામણા

Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા ગેરકાયદેસર ગર્ભપાતનો ધીકતો ધંધો ચાલે છે, તે જાણવા છતા આરોગ્યતંત્ર આ ધીકતી પ્રવૃતિ સામે આંખમીચામણા કરતુ હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે, સરકારના નિયમ મુજબ એક તો મંજુરી વિના ગર્ભપાત કરી શકાતો નથી તેમજ વીસ અઠવાડીયા બાદનો ગર્ભ તો ટર્મીનેટ કરવાનો જ નથી સાથે જ સોનોગ્રાફી કરી ગર્ભના જાતીય પરીક્ષણનો પ્રતિબંધ છે,. તેની સામે જિલ્લામા અને શહેરમા અનેક જગ્યાએ ગર્ભપાત થયા જ કરે છે, અને શહેરમાંથી જાણીતા મહિલા તબીબ રંગે હાથ અગાઉ ઝડપાયેલ જોકે આવા એકલ દોકલ કેસ સિવાય કોઇ ઠોસ કામગીરી થતી નથી તેમ જાણકારો માને છે તેવીજ રીતે સોનોગ્રાફીના દુરૂપયોગનો જિલ્લામા એક કેસ માંડ-માંડ નોંધાયો હતો.

-જુજ જ પરવાના છે છતાય અનેક હાટડા
મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી માટે જામનગર શહેર જિલ્લામા માત્ર ૪૦ જ રજીસ્ટ્રેશન છે પરંતુ એ સિવાય પણ અનેક દવાખાનાઓમા તપાસો થાય છે ખરા..? સરકાર સેક્સ રેશીયો જાળવવા પીપુડી વગાડે છે અને હાલારમા ગર્ભના જાતીય પરિક્ષણ થાય છે અને ગર્ભપાત પણ થાય છે હા ગર્ભની તંદુરસ્ત વૃદ્વી થાય છે તે જોવા સોનોગ્રાફી ચોક્કસ કરી શકાય પરંતુ મોટે ભાગે જે દુરૂપયોગ થાય છે પરંતુ અપરણીતો માટે ચોક્કસ સ્થળોએ તગડી રકમ લઇ આવા કૃત્યો થતા હોવાના મામલે સ્ફોટક બનાવો બનતા હોવાનુ જાણકારો શહેર અને જિલ્લાના ચોક્કસ સ્થળો અંગે જાણકારો પાસે થી વિગતો મળી રહી છે.