પ્રેમિકાને મળવા યુવક લેડીઝ ડ્રેસ પેહરી નીકળ્યો પોલીસે રોક્યો અને....

યુવક અડધી રાતે લેડીઝના કપડા પહેરી પોતાની પ્રેમીકાને મળવા નીકળ્યો હતો.

પ્રેમિકાને મળવા યુવક લેડીઝ ડ્રેસ પેહરી નીકળ્યો પોલીસે રોક્યો અને....

Mysamachar.in-વલસાડ

લોકડાઉનમાં વલસાડના પારડી માં એક વિચિત્ર કિસ્સો સામે  આવ્યો છે, લોકાઉન-4 ની અમલવારી દરમિયાન રાતે 7થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂં જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પારડીના એક વિસ્તારમાં રહેતો યુવક અડધી રાતે લેડીઝના કપડા પહેરી પોતાની પ્રેમીકાને મળવા નીકળ્યો હતો. જોકે, રાતે કર્ફ્યું હોય પોલીસે તેને અટકાવ્યો હતો અને પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તપાસ કરતાં તે યુવતી નહીં, પરંતુ યુવક હોવાનું સામે આવ્યું હતું. તેમજ પૂછપરછ કરતાં તે વેશ બદલીને પોતાની પ્રેમીકાને મળવા જઈ રહ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.પરંતુ યુવક લેડીઝ ડ્રેસ પહેરી પોતાની પ્રેમીકાને મળવામાં સફળ થઈ શક્યો ના હોવાનું પણ સામે આવે છે.