૩૦ લાખ મુદલ વ્યાજ સાથે આપી દીધી પણ..જ્યારે જમીન પાછી આપવાનું કહ્યું તો...

કાલાવડની ઘટના...

૩૦ લાખ મુદલ વ્યાજ સાથે આપી દીધી પણ..જ્યારે જમીન પાછી આપવાનું કહ્યું તો...

Mysamachar.in-જામનગર:

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સાથોસાથ જામનગર જિલ્લામાં પણ વ્યાજખોરીનું દુષણ વધી રહ્યું છે,તેની સામે હવે ભોગ બનનાર લોકો પણ આગળ આવી રહ્યા છે,અને પોલીસ સમક્ષ આપવીતી વર્ણવી રહ્યા છે,હજુ ગઈકાલે જ જામનગરના સિંધી વેપારી એ મુદલ અને વ્યાજ આપી દીધા હોવા છતાં પણ દુકાન પોતાના નામે કરાવવા ધાકધમકીઓ આપનાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યાની ઘટના સામે જ છે,ત્યાં આજે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે,

કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મોટા વડાળા ગામના ૬૯ વર્ષીય નિવૃત વૃદ્ધ વલ્લભભાઈ કોટડિયાએ જીવરાજભાઈ ગલાની પાસેથી રમેશભાઈ ગમઢા હસ્તક ૩૦ લાખ જેટલી રકમ ૩% વ્યાજે લીધેલી હતી,જે રકમ પેટે વલ્લભભાઈએ પોતાની પત્નીના નામની ખેતીની જમીન જીવરાજભાઈ ના નામે કરી આપેલ અને રૂપિયા પરત આપ્યા બાદ જમીન પાછી આપવાની શરત કરવામાં આવી હતી,

આ શરતે વલ્લભભાઈએ જેની પાસેથી વ્યાજે નાણા લીધા હતા તેને  મુદ્દલ વ્યાજ સહીત આપી દીધેલ હોવા છતાં જીવરાજભાઈએ પોતાના નામે જમીનની એન્ટ્રી કરાવી લીધી હોય જમીન પાછી નથી આપવી તેમ કહી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,જેથી વલ્લભભાઈએ આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મનીલેન્ડ એક્ટ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ જીવરાજભાઈ રમેશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.