તું ૧૮ વર્ષની થઇશ ત્યારે લગ્ન કરાવી દઈશ..ત્યાં સુધી મજા કરો...

નફ્ફટ બાપ બેટા..

તું ૧૮ વર્ષની થઇશ ત્યારે લગ્ન કરાવી દઈશ..ત્યાં સુધી મજા કરો...
Symobilic image

Mysamachar.in-અમદાવાદ: 

રાજ્યમાં લગભગ કોઈ દિવસ એવો નહિ જતો જે દિવસ કોઈ ને કોઈ જિલ્લામાં દુષ્કર્મની ઘટના સામે ના આવે...આટ-આટલા કડક કાયદાઓ છતાં નરાધમો ને ડરના રહ્યો હોવાની પ્રતીતિ વધી રહેલા દુષ્કર્મ અને મહિલા અત્યાચારના કેસો પરથી લાગે છે,અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક સગીરાને ઝુંડાલ ખાતે રહેતા અને તેણીની જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં એક છોકરા સાથે મુલાકાત થઇ હતી.અને  બન્ને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ પણ પાંગર્યો હતો. જો કે, બાદમાં સગીરાએ સંબંધમાં ખારાશ આવતા વાતચીત બંધ કરી દીધી હતી.પરંતુ આરોપી સગીરાને ધમકીઓ આપી તેની પાસે અભદ્ર માંગણીઓ કરતો હોવાની કેફિયત સગીરાએ પોલીસ સમક્ષ વર્ણવી છે,

દીકરો તો ઠીક...પણ દીકરાનો બાપ..પણ પોતાના પુત્રની કરતૂતોમાં સાથ આપતા હોવાનું સામે આવે  છે,આરોપીના પિતાએ પણ સગીરાને જણાવ્યું હતું કે તું ૧૮ વર્ષની થઇશ ત્યારે મારા દીકરા સાથે તારા લગ્ન કરાવી દઇશ... ત્યાં સુધી મજા મજા કરો.. જે બાદ પોતાનો બર્થ-ડે હોવાથી તે પોતાના મિત્રો સાથે શહેરના એક મોલમાં પહોંચી હતી, ત્યાં પાછળ પાછળ તેનો પ્રેમી પણ પહોંચ્યો હતો. અને સગીરાને પકડીને લેડીઝ વોશરૂમમાં લઇ ગયો હતો. અહીં સગીરાને બળજબરી કરીને તેની સાથે ચૂંબન કર્યું હતું અને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સનકી આરોપી અવારનવાર આ રીતે સગીરાને જ્યાં મળે ત્યાં ચુંબન કરી લેતો હોય..આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.