હાર્દિક પટેલ જામનગર કોર્ટ સમક્ષ થયો હાજર..

આ હતો એ મામલો...

હાર્દિક પટેલ જામનગર કોર્ટ સમક્ષ થયો હાજર..

Mysamachar.in-જામનગર:

રાજ્યમાં પાટીદાર આંદોલન પ્રણેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં ભળી જતા કોંગ્રેસનો નેતા બની ગયો છે, જયારે વિધાનસભાની ચુંટણીઓ હતી અને પાટીદાર આંદોલન પણ વેગવંતુ હતું, એવામાં તારીખ ૪ નવેમ્બર ૨૦૧૭ ના રોજ જામનગર તાલુકાના ધુતારપુર ગામે પાસ કન્વીનર હાર્દિક પટેલની સભાનું આયોજન જામનગર તાલુકા પાસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું...જેમાં પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ સહિતના પાસના કન્વીનરો અને મોટીસંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા...

જે સભાને બે માસ જેટલો સમય વીતી ચુક્યા બાદ જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર દ્વારા માંગેલ મંજૂરીનો હેતુ સામાજિક સુધારણા તેમજ શૈક્ષિણક હતો પરંતુ સભા માં રાજકીય ભાષણ કરવામાં આવતા મંજુરીની શરતનો ભંગ માનીને સર્કલ ઓફિસર દ્વારા પાસના કન્વીનર હાર્દિક પટેલ અને જામનગર તાલુકા પાસના કન્વીનર અંકિત ઘડિયા વિરુદ્ધ પંચકોષી એ ડિવીજન પોલીસ મથકમાં શરત ભંગ નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે આજે હાર્દિક પટેલ જામનગર કોર્ટ સમક્ષ હાજર થયો હતો. કોર્ટ સમક્ષ હાજર થયા બાદ આ કેસમાં વધુ કાર્યવાહી માટે ૨૭ નવેમ્બરની તારીખ પડી છે.