હાપાયાર્ડની ભરતીનો વિવાદ,નનામી અરજી ગાંધીનગર સુધી પહોચી,

તપાસ શરૂ પણ પૂર્ણ કયારે થશે.?

હાપાયાર્ડની ભરતીનો વિવાદ,નનામી અરજી ગાંધીનગર સુધી પહોચી,

Mysamachar.in-જામનગર:

જામનગર હાપા માર્કેટયાર્ડમાં લોકસભાની ચૂંટણી આચારસંહિતા અમલમાં હતી તે દરમિયાન રાજકોટની એજન્સીને રોકીને કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરતી એક ગુમનામ અરજી થતા સમગ્ર ચૂંટણીપ્રક્રિયા વિવાદમાં આવી ગઈ છે,અને આ અંગે જિલ્લા રજિસ્ટ્રારે ઉચ્ચકક્ષાએ થી આદેશો આવતા તપાસ પણ શરૂ કરી છે,

જામનગર હાપા માર્કેટ યાર્ડ આવ્યું છે વિવાદમાં..અને વિવાદમાં આવવા પાછળનું કારણ માર્કેટિંગયાર્ડમાં કર્મચારીઓની ભરતીપ્રકરણ છે,લોકસભાની ચૂંટણી આચારસંહિતા અમલમાં હતી,તે દરમિયાન જામનગરના હાપાયાર્ડમાં 12 કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી હોવાની અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ તમામ કર્મચારીઓને નિમણુંક પણ અપાઈ ગઈ હોવાના આક્ષેપો સાથેની એક નનામી અરજી ગાંધીનગર સુધી થઇ છે,જેમાં લાગતા વળગતાઓની ભરતી કરાયાનો આરોપ લગાવતા  જિલ્લા રજિસ્ટ્રારે યાર્ડના ચેરમેન અને યાર્ડના સેક્રેટરી પાસેથી આ અંગેનો મુદાસર અહેવાલ આપવા તાકીદ કરી છે,

મુખ્યમંત્રી અને સહકારમંત્રી સુધી ફરિયાદ પહોંચતા ઉપરથી આવેલી સૂચના મુજબ જિલ્લા રજિસ્ટાર આ વિવાદ મૂળ સુધી પહોંચવા હાપા યાર્ડ પાસે વિગતો માંગી છે.આક્ષેપ કરાયા મુજબ સ્ટાફ સિલેક્શન સમિતિના બદલે રાજકોટની એક એજન્સીએ હાપા યાર્ડમાં કર્મચારીઓને ભરતી કરી આપી છે.અને આ ભરતી પ્રકરણમાં કથિત વહીવટના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જોકે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની આ મામલે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારી તેવોએ એ આ ભરતી નિયમ મુજબ જ થઇ હોવાનું જણાવી આ વાતમાં કોઈ તથ્ય ના હોવાનું કહ્યું,

હાપા યાર્ડમાં કર્મચારીઓની ભરતી અંગે સ્થાનિક વર્તમાનપત્રમાં 15-2-19 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી, જેમાં 350 અરજીઓ આવી હતી,આ અરજીઓ પૈકી 12 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, આ ભરતી પ્રકરણમાં દાળમાં કંઈક કાળું હોવાની શંકાએ હાલમાં તો ભરતી પ્રકરણ વિવાદમાં આવી ગઈ છે.પણ સત્ય શું તે તો તટસ્થ તપાસ બાદ જ સામે આવશે.