હાથની આ રેખા પરથી જાણો, પાર્ટનરનું લફરું છે કે નહીં !

હાથની રેખા પરથી જાણો દાંપત્યજીવનની ભવિષ્યવાણી

હાથની આ રેખા પરથી જાણો, પાર્ટનરનું લફરું છે કે નહીં !

Mysamachar.in-અમદાવાદઃ

જ્યોતિષશાસ્ત્રનું મહત્વ આદિકાળથી ચાલતું આવે છે, ગ્રહોના નક્ષત્રની સીધી અસર મનુષ્ય જીવન પર થતી હોવાના દાવાઓ કરવામાં આવે છે. ખાસ કરીને ભવિષ્યવાણી કરવા માટે રાશિ સિવાય શરીરના કેટલાક અંગોની મદદ લેવામાં આવે છે. મોટા ભાગે હાથની રેખા જાણી માણસનો સ્વભાવ, તેનું ભવિષ્ય તથા દાંપત્યજીવનનો અંદાજ લગાવવામાં આવે છે. કેટલાક લોકોના હાથમાં લગ્નની એક કરતાં વધુ રેખાઓ હોય છે, જો કે આ અંગે જ્યોતિષોના વિવિધ મતો રહેલા છે. હાથમાં જો બે લગ્ન રેખાઓ હોય તો એ સ્પષ્ટ ખૂબ જ ઘાઢ અને બીજી સારી. પરંતુ બુધ પર્વત સુધી વિકસિત હોય તો આ જાતકને જીવનમાં બે લગ્નનો સંકેત આપે છે.

હાથમાં એકથી વધારે લગ્ન રેખાઓ માામલે માત્ર એ રેખા માન્ય રહે છે જે વધારે ઘાઢ અને સ્પષ્ટ હોય. બાકીની રેખા સંબંધો છૂટવા અથવા તૂટવાના સંકેત આપે છે. વધારે લગ્ન રેખાઓ છૂટાછેડા, લગ્નેત્તર સંબંધો અને બેવફા સંબંધો તરફ ઈશારો કરે છે. જો લગ્ન રેખા ઉપરની તરફ આવીને હૃદય રેખાને મળે અથવા તો લગ્ન રેખા ઉપર તલ હોય કે ક્રોસનું નિશાન હોય તો લગ્નમાં ખુબ જ તકલીફો હોય છે. જો લગ્ન રેખા સ્વાસ્થ્ય રેખા સાથે સ્પર્શ કરે તો પણ લગ્ન નથી થતાં. જો લગ્ન રેખા ઉપર એકથી વધારે દ્વીપ હોય અથવા કાળો તલ હોય તો એ જીવનભર કુવારા રહેવાનો ભય પૈદા કરે છે.