હાલારીઓ હજુ કેટલુ ખમશે.?

કુદરતી આફતોની વણઝાર

હાલારીઓ હજુ કેટલુ ખમશે.?
file image

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાક વરસોથી કાંતો અતિવૃષ્ટી કાંતો અલ્પ વૃષ્ટી, હીટવેવ, હીમજેવા ઠાર ઉપરથિ અવારનવાર ઝળુંબતા વાવાઝોડા....આવી તો અનેક કુદરતી આફતો વચ્ચે હાલારિઓ કેટલુ ખમશે? ઠેર ઠેર પૂર,રોગચાળાના ભરડા ઉપરથી મંદી અને મોંઘવારી અને ત્યા વળી ન ટાળી શકાય તેવી  આફતો વચ્ચે સરકારી નિતિ નિયમોના સુધારા વધારા સાથે આકરા અમલ થી હાલારીઓ ત્રસ્ત છે, ગત વખતે ઓછા વરસાદે ખેતીનો સોથ વાળ્યો આ વખતે અતિભારે વરસાદે શોથ વાળ્યો તેથિ ખેતીપ્રધાન રાષ્ટ્રમા ખેતઉપજ નુ નિકંદન નિોકળતા સમગ્ર પણે અર્થ તંત્ર ના પૈડા થંભ્યા ઉપરથી વૈશ્ર્વિક મંદી છેક સુધી એટલે દેશના રાજ્યના અને જિલ્લાના ખુણેખુણા સુધી ઘુસી ગઇ,

આમ આ બધા વચ્ચે ઉપરથી વાગડ ફોલ્ટ લાઇન અને સૌરાષ્ટ્રની ફોલ્ટ લાઇન સક્રિય થઇ ઉપરાંત પેટાળમા જ્યા જ્યા ખનીજ સમૃદ્ધી વધુ  કાઢી લેવાય છે ત્યા કે તળના પાણી વધુ ખેચાયા છે ત્યા વરસાદી પાણી ઉતરતા અંદરથી છુટા પડતા ગેસથી પ્લેટની હલચલ વધી તિરાડો પડી અને અવિરત ચાલતી આ પ્રોસેસ ક્યારેક ક્યારેક ધરતીના પડ ઉપર આવી ત્યા સુધી પહોંચી કંપન સ્વરૂપે ગેસને કે દબાણ ને  બહાર કાઢવા ની ભૌગોલીકપ્રકિયા શરૂ થઇ ગઇ છે, ત્યારે દરેક પ્રકારની આપતિ આફત કેટલીક સહન થાય ??? ત્યા વળી હજુ વાવાઝોડા કે કમોસમી ભારે વરસાદ તબાહી કરશે તેવી ભિતિથી સમગ્ર પણે હાલારીઓ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોની માત્ર કમર નથી ભાંગી પડી લોકોમનથી પણ ભાંગવા લાગ્યા છે