જામનગરમાં ગુરુદ્વારા ખાતે  ગુરુનાનક દેવજી ની 550મી જન્મ જયંતિ શાનદાર ઉજવણી..

વિવિધ કાર્યક્રમોનું આયોજન

જામનગરમાં ગુરુદ્વારા ખાતે  ગુરુનાનક દેવજી ની 550મી જન્મ જયંતિ શાનદાર ઉજવણી..

Mysamachar.in-જામનગર:

જામનગર ખાતે ગુરુદ્વારા શ્રી ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 550મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે,જેના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ગુરુદ્વારા ખાતેથી સવારે 5 અને 6 નવેમ્બરના  સવારે પ્રભાત ફેરી નું આયોજન કરવા આવ્યુ છે. ત્યાર પછી  સવારે 5: 45 ગુરુદવારાથી નીકળશે, ગુરુનાનક દેવજી ની 550મી જન્મ જયંતિ નિમિતે તા. 8 નવેમ્બરના  બપોરે 2 વાગ્યે ભવ્ય નગર કીર્તનનું આયોજન કરવા આવશે, તા  10 નવેમ્બરે  રોજ સવારે 10 વાગે અખંડ પાઠ સાહેબ આરંભ કરવામા આવશે, ત્યારબાદ  12 નવેમ્બર રોજ  અખંડ પાઠની સમાપ્તિ સવારે 10;30 વાગે કરવા આવશે. જે બાદ શબ્દ કીર્તન, ત્યારબાદ ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ  છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.