જામનગર:પશુ હડફેટ મોતનો મામલો,ગુર્જર પ્રજાપતિ સમાજે આ માંગણીઓ સાથે કરી રજૂઆત

તંત્ર હવે શું કરશો..?

જામનગર:પશુ હડફેટ મોતનો મામલો,ગુર્જર પ્રજાપતિ સમાજે આ માંગણીઓ સાથે કરી રજૂઆત

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા રસ્તે રઝળતા પશુના ત્રાસનો અનુભવ ભાગ્યે જ કોઈને નહિ થયો હોય તેવું બન્યું હશે,પણ તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત છે,એવામાં કમિશ્નર સાહેબે તો હમણાં જ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધું કે જો રસ્તે રઝળતા પશુ હડફેટ કોઈનું મોત થાય તો કલમ ૩૦૪ હેઠળ પશુમાલિક સામે ગુન્હો દાખલ કરી જે તે પશુ માલિકની જવાબદારી ફિક્સ કરાશે પણ હજુ સુધી નીચલા અધિકારીઓ પણ માથું ખંજવાળે છે કે કોનું પશુ કેમ નક્કી કરવું.?

ત્યાં જ જામનગર ના હરિયા કોલેજ નજીક એક બનાવ બનતા ત્રણ નાની-નાની પુત્રીઓ ને પોતાનો બાપ ગુમાવવાનો વારો એટલા માટે આવ્યો છે..કારણ કે દિનેશભાઈ ટાંક નામના ૩૨ વર્ષીય યુવક પોતાની પુત્રીને લઈને શાળાએ મુકવા માટે જઈ રહ્યા હતા,ત્યારે ચાલુ બાઈક વચ્ચે પશુઓ ઝઘડતા –ઝઘડતા આડે ઉતરતા દિનેશભાઈને ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નીપજ્યું હતું,જયારે સાથે રહેલ પુત્રીને ગંભીર ઇજાઓ પહોચતા તેણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી,

તા.૨૯ જૂનના રોજ બનેલા આ બનાવ અંગે જે સમાજમાંથી મૃતક દિનેશભાઈ આવે છે,તે ગુર્જર પ્રજાપતિ સમાજ પણ પરિવારની વહારે આવ્યો છે,મૃતક દિનેશભાઇ ટાંકને સંતાનોમાં ૩ પુત્રીઓ હોય  અને તેવો ઘરના મોભી હતા,અને તેમના ઉપર કૂટુબના ભરણપોષણની અને આર્થિક જવાબદારી નિર્ભર હતી,આ ઘટના બનતા ત્રણ પુત્રીઓએ તેઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે,પત્નીએ પતિ ગુમાવેલ છે, માતા-પિતા એ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે,

જેએમસી એક્ટ તેમજ પોલીસ એકટ મુજબ રસ્તે રખડતા પશુઓની સંપૂર્ણ જવાબદારી આ બન્ને વિભાગના તાબામાં આવતી હોય આમ છતાં છાશવારે બનતા આવા બાનવો ખુબ જ ગંભીર બાબત હોય માનવ જીંદગીની જાણે કોઇ  કિમત ન રહી હોવા તેવું વર્તન ખુબ જ દુ;ખદાયક તેમજ પીડાદાયક હોય જે અધિકારીઓ જામનગર મ્યુનિસિલ કોર્પોરેશનની ત્રીજીયાની હદમાં અસંખ્ય આવા ઢોરો રખડતા હોય તેમજ તેઓને ધાંસચારો નાખવા માટે ઠેર-ઠેર ઘાંસના વંડા ઊભા કરી જિંદગી જોખમાય તે રીતે રખડતા ઢોરોને નીણ નાખવામાં આવતી હોય જે ઘાંસોના વાડા તાત્કાલિક આસરથી બંધ કરાવવા પણ રજૂઆત કરાઈ છે,

પશુ આડું ઉતરતા મોતને ભેટનાર દિનેશભાઇ ટાંકનું તેમના પરિવારના સભ્યો તેમજ ગુજૅર  પ્રજાપતિ સમાજ અતિ  શોકમય બની ગયેલ છે,દિનેશભાઇ ટાંકનું અવસાન થતા તેમના ઘરનું સંચાલન કઈ રીતે ચાલશે તે મોટો યક્ષ પ્રશ્ર છે. તેમના મુત્યુ માટે જવાબદાર કોણ..?

રજુઆતમાં સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે દિનેશભાઇ ટાંકના મુત્યુબદલ જામનગર મહાનગર પાલીકા તેમજ જીલ્લા પોલીસ દ્વ્રારા સ્વર્ગસ્થના પરિવારજનોને તાત્કાલિક  અસરથી રૂપીયા પચાસ લાખ કોમ્પેન્સેશન તરીકે સરકારી રાહત જાહેર કરવી જોઈએ,તેમજ સ્વર્ગસ્થની પુત્રી હિતીક્ષાની ઇજા સબબ થયેલ તથા થનાર તમામ ખર્ચ સરકાર ભોગવે અને  દિનેશભાઇ જમનભાઇ ટાંકના પરિવારમાથી કોઈપણ એક વ્યક્તિને તત્કાલીક અસરથી જામનગર મ્યુનિસિપલ કોપોરેશનમાં કાયમી ધોરણે નોકરીમાં સમાવિષ્ટ  કરવામાં આવે તેવી માંગ પણ પ્રમુખ કિશોરભાઈ ચૌહાણની આગેવાનીમાં કરાઈ છે,