ગુજરાત:રાજ્યસભાની 4 બેઠકો માટે ચુંટણીની તારીખ થઇ જાહેર 

કોરોનાના કારણે ચુંટણી રહી હતી મુલતવી 

ગુજરાત:રાજ્યસભાની 4 બેઠકો માટે ચુંટણીની તારીખ થઇ જાહેર 
file image

Mysamachar.in-ગાંધીનગર:

કોરોના લોકડાઉનને કારણે મુલતવી રહેલ રાજ્યની રાજ્યસભાની 4 બેઠકો માટેની ચુંટણીની તારીખો આજે ચુંટણીપંચ દ્વારા જાહેર કરાઈ છે, હવે રાજ્યસભાની ચાર બેઠકો માટે  19 જૂને ચૂંટણી  યોજાશે. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. આ અગાઉ જયારે આ ચુંટણી યોજવવાની હતી પણ કોરોના મહામારીને કારણે તમામ પોલિટિક્સ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. તેવામાં હવે આગામી સમયમાં ફરીથી ગુજરાતની રાજનીતિમાં તોડ જોડ સહિત રાજીનામા અને રિસોર્ટ પોલિટિક્સ શરૂ થાય તો નવાઈ નહીં.