ગુજરાત:કોરોના વાયરસ પોજીટીવ કેસોની સંખ્યા 13 સુધી પહોચી 

લોકો જાગો અને કોરોના ભગાવો...

ગુજરાત:કોરોના વાયરસ પોજીટીવ કેસોની સંખ્યા 13 સુધી પહોચી 

Mysamachar.in-વડોદરા:
ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 13 પોઝિટિવ કેસ સામે આવી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. અમદાવાદમાં 5, વડોદરામાં 3, સુરતમાં 3 અને રાજકોટ અને ગાંધીનગરમાં એક-એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નીતિન પટેલે વડોદરાની હોસ્પિટલમાં મુલાકાત લઈને આ માહિતી આપી હતી.જેમાંથી 12 કેસ વિદેશથી આવેલા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામેની ખરાબ સ્થિતિમાં પહોંચી વળાય તેવુ છે. આવામાં સ્વંય શિસ્ત જરૂરી છે.અને લોકો મેળાવડા સહિતના સ્થળોએ ના જાય અને સ્વયમ સાવચેતી રાખે તેવી અપીલ પણ કરવમાં આવી છે.