મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં યોજાયો ભવ્ય રોડશો...

અહેમદ પટેલની મુલાકાત બનશે મહત્વની

મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં યોજાયો ભવ્ય રોડશો...

Mysamachar.in-જામનગર:

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે રાજકીયપક્ષોનું પ્રચાર-પ્રસાર અભિયાન અંતિમ તબક્કામાં છે,તેવામાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કોંગ્રેસને ગામે-ગામથી સારો આવકાર મળી રહ્યો હોવાથી જામનગર લોકસભાની ચૂંટણી રોમાંચક તબક્કામાં આવી ગઈ છે,ગામડાની જનતાએ આ વખતે કોંગ્રેસને પસંદ કરી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે,

સાથો-સાથ જામનગર શહેરી મતદારોનો મિજાજમાં પણ પરીવર્તન આવ્યું હોય તેમ કોંગ્રેસે સ્થાનિક મુદા પર ભાર મૂકતા શહેરી વિસ્તારમાં સારી એવી અસર જોવા મળી રહી છે, ત્યારે જામનગર ખાતે મુળુભાઇ કંડોરીયાએ વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ, લીગલ સેલની બેઠક તેમજ વિવિધ વિસ્તારમાં લોકસંપર્ક કરીને જામનગર શહેરમાં પણ કોંગ્રેસે પગ જમાવી દીધો છે, અને જામનગર શહેરમાં પરિસ્થિતીમાં ધરખમ સુધારો જોવા મળતા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા જીતની નજીક હોય તેવું ચૂંટણીના અંતિમ તબકકામાં ચિત્ર ઉપસતુ જોવા મળી રહ્યું છે,શનિવારે કોંગ્રેસના ભવ્ય રોડશો ના લીધે જામનગર શહેરમાં નવા ઉત્સાહના વાતાવરણ સાથે કોંગ્રેસના જુસ્સામાં પણ વધારો થયો છે, જે રીતે મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં ભવ્ય રોડશો ના આયોજન દરમિયાન વિશાળ સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્વયંભૂ જનતા જોડાતા ભાજપના હોશ ઉડી ગયા છે,

જામનગરમાં માત્ર એક દિવસના કોંગ્રેસના રોડશો માં ભવ્ય સફળતા મળતા ચિત્ર કોંગ્રેસની ફેવરમાં બની ગયું હોવાનુ તારણ રાજકીય પંડિતો કાઢી રહ્યા છે, અને ભાજપના રોડશો કરતા કોંગ્રેસના રોડશો નો દેખાવ ખુબ જ સારો રહેતા શહેરીજનો પર અસરકારક સાબિત થયો છે,અને કોંગ્રેસના રોડશો સામે ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે, તો બીજી તરફ કોંગ્રેસના રોડશો દરમિયાન જ ભાજપનો ખેસ ઉતારીને જામનગર ભાજપ મીડિયા સેલના સહ કન્વીનર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય નિતિન માડમ કોંગ્રેસમાં જોડાઈ જતાં નવો રાજકીય યુ-ટર્ન આવ્યો છે, જેનાથી ભાજપને જબરો ફટકો પડી શકે છે,જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં રોડશો ની શહેરના બ્રુકબોન્ડના મેદાનથી શરૂઆત કરવામાં આવી હતી અને શરૂઆતમાં જ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, કોર્પોરેટરો, વિવિધ વોર્ડના પ્રમુખ,મહામંત્રી, NSUI, યૂથ કોંગ્રેસની ટીમ ઉપસ્થિત રહીને જંગી બાઈક રેલી સાથે રોડશો યોજવામાં આવ્યો હતો અને ઉનાળાના આકરા તાપ વચ્ચે પણ કોંગ્રેસનો આ રોડશો શિસ્તબદ્ધ  રીતે શહેરભરમાં વિવિધ વિસ્તારોમાં પસાર થતા લોકોને પસંદ પડ્યો હતો,જેની ધારી એવી અસર લોકો પર પડતા મુળુભાઇ કંડોરીયાની સ્પષ્ટ છબીમાં વધારો થયો છે,

મુળુભાઇ કંડોરીયાનો રોડશો જામનગરના ડી.કે.વી.કોલેજ, અંબર સિનેમા, બેડી ગેઈટ, શાકમાર્કેટ, દરબારગઢ, લીંડી બજાર, ચાંદી બજાર, હવાઈચોક, પવનચક્કી, સાધના કોલોની,પટેલ પાર્ક વગેરે સ્થળોએ મુળુભાઇ કંડોરીયાનું વેપારી અગ્રણીઓએ તેમજ અન્ય સમાજના આગેવાનોએ ઉમળકાભેર આવકાર સાથે સ્વાગત કર્યું હતું અને મહિલાઓ દ્વારા તો જીત માટે મુળુભાઇને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા,ભવ્યાતિ ભવ્ય રોડશોમાં મુળુભાઈ કંડોરીયાની સાથે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ,કાલાવડ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા, જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયા,જશવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અશોકભાઈ ત્રિવેદી, મહામંત્રી ડો.જયેશભાઇ પંડ્યા, મહામંત્રી રાજુભાઈ પટેલ, જામનગર કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, કોંગ્રેસના કોર્પોરેટરો વગેરે જોડાયા હતા, જ્યારે આ રોડ શોની સફળતા પાછળ કોંગ્રેસના આગેવાનો તેમજ વિવિધ વોર્ડના પ્રમુખ, મહામંત્રી, NSUIની ટીમ,યુથ કોંગ્રેસની ટીમ સહિતના કોંગ્રેસના કાર્યકરોની મહેનત રંગ લાવી હતી અને કાર્યકરોમાં જુસ્સા સાથે ઉત્સાહમાં વધારો થયો છે.

રવિવારે જામનગર ગ્રામ્ય બેઠક પર પણ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલના ભવ્ય રોડશો નું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે સવારે ધ્રોલના ભૂચરમોરી મેદાન ખાતે હાર્દિક પટેલનું હેલિકોપ્ટર લેંડિંગ કર્યા બાદ ધ્રોલ કોંગ્રેસ શહેર પ્રમુખ વિરમભાઈ વરૂ, કલ્પેશભાઈ હડીયલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોએ ફૂલહારથી હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કર્યું હતું,ત્યારબાદ ભારે ઉત્તેજનાના વાતાવરણ વચ્ચે રવિવારે હાર્દિક પટેલ, જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સભાયા અને લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા સાથે  જોડીયા ખાતેથી રોડશો ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અંદાજે ૧૫૦ વાહનોના કાફલા સાથે હાર્દિક પટેલની જનસંપર્ક યાત્રા જોડીયા બાદ ભાદરા, બાદનપર,કુન્નડ, લીંબુડા, હડીયાણા બાણુગાર, ફલ્લા, રણજીતપર,વંથલી, વરણા, બજરંગપુર વગેરે ફરી વળી હતી અને ગામે-ગામથી પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,

ત્યારે હાર્દિક પટેલે પણ ગામોમાં ટૂંકું રોકાણ કરીને ધુતારપર-ધૂડશીયા ખાતે પહોચતા વિશાળ જનમેદની સ્વયંભૂ ઉપસ્થિત રહી હતી અને હાર્દિક પ્રવચનમાં ભાજપ પર આકરા પ્રહારો કરીને પાકવીમા સહિતના ખેડૂતોના મુદ્દા પર સવાલો ઉઠાવ્યા હતા અને આ યાત્રાની ગ્રામ્ય વિસ્તારમાં સારી એવી અસર પડી છે, જે અસર લોકસભાની ચૂંટણી સાથે સાથે જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપને ભારે પડી શકે છે.

એવામાં ચૂંટણીના છેલ્લા દિવસોમાં જામનગર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલે આવીને ખાનગીમાં લઘુમતી સહિતના અન્ય સમાજના આગેવાનો સાથે બેઠકો યોજી હતી,ત્યારે આ બેઠક ઘણી મહત્વની બની રહેશે અને કોંગ્રેસને જબરો ફાયદો થશે તેવા અનુમાનો લગાડવામાં આવી રહ્યા છે, તો બીજે દિવસે રવિવારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની જનસંપર્ક યાત્રાથી નવા રાજકીય સમીકરણો સામે આવ્યા છે,જેમાં જામનગર જીલ્લામાં કોંગ્રેસની મજબૂત સ્થિત જોવા મળી રહી હોવા સાથે રાજકીય નિષ્ણાંતોના મતે મતદારોનો મિજાજ કોંગ્રેસ તરફી થયાનું પણ જાણવા મળે છે.