લોકો પર ઠોકી બેસાડવામાં આવતા સરકાર ના નિયમો સરકારી બાબુઓને જ નથી પડતા લાગુ!!!

સરકારી વાહનોમાં આ નિયમોની અમલવારી ક્યાય પણ જોવા ના મળી...

લોકો પર ઠોકી બેસાડવામાં આવતા સરકાર ના નિયમો સરકારી બાબુઓને જ નથી પડતા લાગુ!!!

mysamachar.in-જામનગર:આપને ત્યાં સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવતા નિયમોનું પાલન સામાન્ય લોકો પર તો સખ્તાઈ થી વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતું હોય છે..પણ નિયમોની અમલવારી કરાવનાર બાબુઓ જ સરકાર દ્વારા વખતોવખત જાહેર થતા નિયમો અને પરિપત્રોની અમલવારી ના કરે તો પછી સામાન્ય લોકો પર આવા કાયદાઓ અને નિયમો ઠોકી બેસાડવા નો શું મતલબ...?

અહી વાત છે કેન્દ્રસરકાર ના માર્ગપરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા છત થોડાસમય પૂર્વે એટલે કે તારીખ ૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ રાજ્યોના વાહનવ્યવહાર વિભાગોને એક પત્ર મારફત કડક પગલા લેવા જાહેર કરાયેલ પરિપત્રની...જેમાં સ્પષ્ટ કરાયું છે કે વાહનો પર લગાવવામાં આવતા ક્રેશગાર્ડ બુલબાર નું ફીટીંગ ગેરકાયદેસર છે..અને પત્રની સુચના પરથી એવું ફલિત થાય છે કે મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ ની કલમ ૫૨ મુજબ કોઈપણ વાહનોમાં થતું આવું બુલબાર નું ફીટીંગ તદન ગેરકાયદેસર છે...લોખંડ અથવા તો સ્ટીલ બુલબાર વાહનો માં મોટાભાગે આગળના ભાગે લગાવવાના કારણે રસ્તેચાલતા રાહદારીઓ,સાયકલસવારો,અને બાઈકસવારો ને નુકશાન થતું હોવાનું અને મોટુંજોખમ રહેતું હોવાનું સામે આવ્યું છે..

તો સાથે જ વાહનવ્યવહાર વિભાગ પોતે પણ એવું માને છે કે જો કોઈપણ વાહનમાં ગેરકાયદેસર બુલબાર ફીટ કરેલ હોય તો અકસ્માતના સંજોગોમાં કારના એરબેગ ના સેન્સર યોગ્ય રીતે કામ કરી શકતા નથી..આટઆટલી સ્પષ્ટતાઓ અને અમલવારી વચ્ચે આ નિયમ નો ઉલાળિયો જામનગર  જીલ્લાના સરકારી બાબુઓની ગાડીઓમાં જ જોવા મળે છે..જામનગરની જુદીજુદી કચેરીઓની અને અલગ અલગ અધિકારીઓની સરકારી વાહનોમાં થી મોટાભાગના વાહનોમાં જ આ નિયમોની અમલવારી કેટલી તે ઉડીને આંખે વળગે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે..જેમાં સરકારી વાહનોમાં આ નિયમોની અમલવારી ક્યાય પણ જોવા ના મળી...

બે ડઝન થી વધુ વાહનોમાં આવા ગેરકાયદેસર બુલબાર જોવા મળ્યા ત્યારે લોકો માં પણ એવો ગણગણાટ જોવા મળ્યો છે કે નિયમ માત્ર સામાન્ય પ્રજાને લાગુ પડે બાકી બાબુઓને તો છડેચોક ઉલાળિયો કરે છે છતાં પણ તેની સામે કોઈ પગલા લેવાતા નથી,લોકોની પણ એવી અપેક્ષા છે કે ખુલ્લેઆમ નિયમોને નેવે મુકનાર આવા બાબુઓ સામે શું પગલા લેવાઈ શકે ખરા????