ચોમાસાને લઈને સારા સમાચાર, હવામાન વિભાગે કરી આ આગાહી 

હજુ પણ એક આગાહી ચોમાસા પૂર્વે આવશે 

ચોમાસાને લઈને સારા સમાચાર, હવામાન વિભાગે કરી આ આગાહી 

Mysamachar.in-ગુજરાત
આમ તો હજુ ચોમાસું શરુ થવાને એક થી દોઢ માસ જેટલીવાર છે, ત્યારે આજે કેન્દ્રીય હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, ગતવર્ષે ખેડૂતો અતિવૃષ્ટિથી પરેશાન થઇ ઉઠયા હતા, ત્યારે આ  વર્ષ ચોમાસું સામાન્ય રહેશે, અને જુનથી સપ્ટેમ્બર ચોમાસું રહેશે,  આ વર્ષે વરસાદ 100 % રહેવાની સંભાવના દર્શાવી છે. અતિવૃષ્ટિ કે ઓછા વરસાદની શક્યતા હાલ જોવામાં નથી આવી રહી પરંતુ હજુ પણ ચોમાસા પૂર્વે એક આંકલન થશે તે બાદ ચોમાસાની ઋતુનો સાચો ખ્યાલ સામે આવશે તેમ તજજ્ઞો જણાવે છે.