બોગસ કોલ લેટર બનાવી આપી LRDની પરિક્ષા

પરિક્ષા આપ્યા બાદ તંત્રને આવ્યું ધ્યાને

બોગસ કોલ લેટર બનાવી આપી LRDની પરિક્ષા

Mysamachar.in-બનાસકાંઠા:

LRDની પરીક્ષા અને વિવાદ જાણે ગુજરાત રાજ્યમાં એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ LRDની પરિક્ષા લેવાઈ ગયા બાદ બનાસકાંઠામાં LRD પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે, દાંતીવાડાના જેગોલની યુવતીએ બોગસ કોલ લેટર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે,

બોગસ કોલ લેટર બનાવ્યા બાદ યુવતીએ પરીક્ષા પણ આપી દીધાનું સામે આવતા તંત્ર પણ ચોકી ઉઠ્યું છે. રમીલા ચૌધરી નામની યુવતી લેખિત કસોટીમાં નાપાસ થઈ હોવા છતાં શારીરિક કસોટી માટે બોગસ કોલ લેટર બનાવ્યાનું સામે આવતા પોલીસે આરોપી રમીલા ચૌધરી અને જીતેશ ચૌધરી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.