૧૧ વર્ષના બાળકને પીવડાવ્યું કેરોસીન અને ચાંપી દીવાસળી

મોટી ખાવડીનો બનાવ..

૧૧ વર્ષના બાળકને પીવડાવ્યું કેરોસીન અને ચાંપી દીવાસળી

Mysamachar.in-જામનગર:

લગ્ન બાદ પણ આડા સંબંધ રાખનાર પરણીત યુવાનને એક મહિલાએ બરોબરનો તેના પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલીંગ કર્યા બાદ આ યુવક તેના તાબે ન થતા અંતે પ્રેમિકા મહિલાએ યુવકના ૧૧ વર્ષના પુત્રને કેરોસીન પીવડાવીને સળગાવી હત્યા કરી નાખવાનો પ્રયાસ કર્યાનો કિસ્સો જામનગર નજીક મોટી ખાવડીમાં સામે આવ્યો છે,

આડાસંબંધના આ કિસ્સામાં બહાર આવેલી વિગત એવી છે કે,મોટીખાવડીમાં રહેતા હિતેશ રાઠોડના લગ્ન રૂપા સાથે થયા બાદ સંતાનમાં શાયર નામનો પુત્ર છે. તેવામાં હિતેશ રાઠોડને જામનગરથી મોટીખાવડી ભંગાર વીણવા આવતી સંગીતા નામની પરણીત મહિલા સાથે આંખ મળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો. આ વાતની જાણ હિતેશની પત્ની રૂપાને થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આથી હિતેશ પત્ની રૂપા સાથે સમાધાન કરીને સંગીતા સાથે પ્રેમ સબંધ તોડી નાખ્યો હતો,

પરંતુ સંગીતાને આ વાત ન ગમતા હિતેશને બ્લેકમેલિંગ કરીને બળાત્કારમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવા માટે માંગણી કરતી હતી અને હિતેશ રાઠોડને પરેશાન કરવા ગઈકાલે સંગીતા, તેની બહેન લક્ષ્મી, અનસુયા અને ચાર શખ્સોએ હિતેશ રાઠોડના ૧૧ વર્ષના પુત્ર શાયરને કેરોસીન પાઈને તેમજ કેરોસીન છાંટી સળગાવીને હત્યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં શાયરને જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે, તો બીજી તરફ હિતેશ રાઠોડે સંગીતા સહિત સાત શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.