મારા પતિને રોજ રાત્રે વ્યાજખોર શખ્સો ઉઠાવી જતા અને બેફામ માર મારતા હતા,અમને ન્યાય અપાવજો...

વ્યાજખોરો સામે કડક પગલાની જરૂર..

મારા પતિને રોજ રાત્રે વ્યાજખોર શખ્સો ઉઠાવી જતા અને બેફામ માર મારતા હતા,અમને ન્યાય અપાવજો...

Mysamachar.in-જામનગર:

જામનગરમા તાજેતરમાં જ  જીલ્લા પોલીસવડા શરદ સિંઘલે ટાઉનહોલ ખાતે વ્યાજખોરીના દુષણનો ભોગ બનનાર લોકો આગળ આવે અને વ્યાજ્ખોરો સામે ફરિયાદ કરે તે માટે એક લોકદરબારનું આયોજન કરી ભોગ બનનાર ને  આગળ આવવાનું આહવાન પણ કર્યું હતું.એવામાં જામનગર જિલ્લામાં આજે વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી જિંદગી ટૂંકાવી દીધાનો મામલો સામે આવ્યો છે,શહેરના કાલાવડનાકા બહાર રહેતા અને ફરસાણનો ધંધો કરતાં દીપેશ વાલજીભાઈ નકુમ નામના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો એ વ્યાજખોર શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે,

મૃતકના પત્ની ગીતાબેનનો આક્ષેપ છે કે તેના પતિને રોજ વ્યાજખોર શખ્સો રાત્રીના ઉઠાવી જતા તેને બેફામ માર મારીને ઘરે મૂકી જતા,પરિવારના સભ્યો જો આ અંગે પોલીસ ફરિયાદ કે કરશે તો તેને પણ પતાવી દેવાની ધમકીને બીકે પરિવારના સભ્યો પોલીસ ફરિયાદ કરતાં પણ ડરતા હતા,તો મૃતકનો ભાઈ જીતેન્દ્ર પણ પોતાના ભાઈને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર શખ્સો સામે પગલા લઇ કાયદાનો પાઠ ભણાવવા મા આવે તેવી માંગ કરી છે,

ત્રણ થી ચાર જેટલા વ્યાજખોરો થી કંટાળી જઈ અંતે દિપેશભાઈ નકુમથી વ્યાજખોર શખ્સોનો ત્રાસ સહન ના થતા તેને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લઇ જિંદગી ટૂંકાવી લીધી છે,અને તેવો આત્મહત્યા કરતાં પૂર્વે બે પાનાની સ્યુસાઈડ નોટ પણ લખી છે,પરિવારજનો ની માગણી છે કે તેના ઘરના સભ્યે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે,પોલીસ તેના વિરુદ્ધ કડક કલમો લગાવી પરિવારને ન્યાય અપાવે...આ મામલે સીટી એ ડીવીઝન પીઆઈ રાઠવા એ કહ્યું કે આ મામલે પરિવારજનો એ આક્ષેપો કર્યા છે,પણ હાલ એડી દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે,તપાસમાં જો વ્યાજખોરોનું કારણ સામે આવશે તો તેની સામે ગુન્હો દાખલ કરવામાં આવશે.