વર્ગખંડમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનો કિસ કરતો વીડિયો વાયરલ !

શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો

વર્ગખંડમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનો કિસ કરતો વીડિયો વાયરલ !

Mysamachar.in-પંચમહાલઃ

ઘરેથી શાળાએ મોકલ્યા બાદ દરેક માતા-પિતાને એવી આશા હોય છે કે તેમનો દિકરો કે દીકરી ભણવા ગયા છે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના કારણે રાજ્યનું શિક્ષણ જગત શર્મસાર થયું છે જ્યારે વાલીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર શાળાના વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓની સામે જ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો ચુંબન કરતો વીડિયો વાયરલ થયો છે, કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં આવેલી કે.એસ. હાઇસ્કૂલનો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ખુલ્લેઆમ અશ્લિલ હરકતો કરી રહ્યાં છે, જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓ આ જોઇને શરમજનક સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી. વીડિયો વાયરલ થતા જ સ્કૂલના શિક્ષકો અને સંચાલકો પર આંગળી ચિંધાઇ રહી છે.

એક ગુજરાતની ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે વાયરલ થયેલા વીડિયો અંગે મોરવાહડફની કે.એસ. હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, હું આ ઘટનાને વખોડી કાઢું છું. અમારી સ્કૂલમાં પહેલી વખત આવી ઘટના બની છે. 23 જાન્યુઆરીએ ધો-12ના ક્લાસમાં રિસેષના સમયે આ ઘટના બની હતી. મેં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાવ્યા હતા પરંતુ માત્ર એક જ વિદ્યાર્થી આવ્યો હતો. તેમના વાલીઓ આવ્યા ન હતા. તપાસ કર્યાં બાદ વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે. મે સ્ટાફ અને શિક્ષકોને નોટીસ આપીને ખુલાસો માંગ્યો છે. અને જિલ્લા શિક્ષણાધિકારીએ સ્ટાફ અને સુપરવાઇઝરના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.