ગીરસોમનાથ:લાયન શો નો વધુ એક વિડીયો વાઈરલ 

VIDEO અહી જુઓ..

mysamachar.in-ગીરસોમનાથ

ગીરસોમનાથ ના ગઢડા ના જંગલમાં સિંહને લલચાવી અને મુરઘી આપવાનો લાયનશો નો વધુ એક વિડીયો આજે સામે આવ્યો છે,તેવામાં ગીરગઢડા ના જંગલમાં ખુરશીમાં બેસીને હાથમાં મરઘી લઈને એક વ્યક્તિ માદા સિંહ ને મરઘા માટે લલચાવી રહ્યાનો જે-તે સમયે વિડીયો વાઈરલ થયો હતો,જેથી વનવિભાગ એ હરકતમાં આવી ને સાત જેટલા શખ્સો ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા,

જો કે હાલમાં આ આરોપીઓ જામીનમુક્ત થયા છે,ત્યારે મહિનાઓ વીત્યા બાદ તાજેતરમાં જ લાયન શો નો વધુ એક વિડીયો સામે આવ્યો છે,અત્રે ઉલ્લેખનીય છે કે વનવિભાગ ના માનવા પ્રમાણે લાયન શો ના આવા ૧૫ વિડીયો બનાવવામાં આવ્યા છે,જે પૈકી આગાઉ બે વિડીયો વાઈરલ થયા હતા,અને દ્રશ્યોમાં જોવા મળતો આ ત્રીજો વિડીયો ચાર માસ પૂર્વે નો હોય તાજેતરમાં જ વાઈરલ થયો છે.

કઈ રીતે સિંહ ને લલચાવાઈ રહ્યો છે જુઓ ઉપરના વિડીયોમાં..