દરેડમાથી ગેસ રિફીલિંગ ઝડપાયું

18 સિલિન્ડર કબ્જે 

દરેડમાથી ગેસ રિફીલિંગ ઝડપાયું
Demo Picture

Mysamachar.in-જામનગર:

જામનગર તાલુકાનાં દરેડ ગામે મસીતીયા રોડ ઉપર ગોપાલ ગેસ એજન્સી નામની દુકાનમાં ગેસ રિફીલિંગ કરનાર હાજાભાઈ વીરાભાઈ કાબરીયા રહે. નંદનવન સોસાયટી જામનગર વાળાના કબ્જામાથી જામનગર એલસીબીએ આધાર વગરના ગેસના અલગ-અલગ કંપનીના નાના મોટા ગેસના બાટલા નંગ-18 તથા ગેસ રિફીલિંગ માટેની નોજલ નંગ-1 કિ.રૂ. 200/- મળી કુલ રૂ.17,200/- નો મુદ્દામાલ મળી આવતા સીઆરપીસી કલમ 102 મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી હાજાભાઇને ધોરણસર અટક કરી જરૂરી કાર્યવાહી કરેલ છે.