જોડીયા-બાદનપર-ભાદરામા ગાંધી સંકલ્પ યાત્રા..

સ્વચ્છતા ,સમાનતા,સમરસતા સહિતના દરેક મુલ્યોને

જોડીયા-બાદનપર-ભાદરામા ગાંધી સંકલ્પ યાત્રા..

Mysamachar.in-જામનગર:

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે યાત્રાના ચોથા દિવસે સંસદસભ્ય પૂનમબેન માડમના સંયોજન અને નેજા હેઠળ જામનગર જીલ્લાના જોડિયા ગામની હુન્નર શાળા ખાતેથી ગાંધીજીના જીવનમૂલ્યોને સુવાસની જેમ પ્રસરાવવા આયોજીત "ગાંધી સંકલ્પ યાત્રા" સ્વચ્છતા, પ્લાસ્ટિકનો વપરાશ અટકાવો જેવા દ્રઢ સંકલ્પ સાથે ઉત્સાહી નાગરિકો સાથે યાત્રા પ્રારંભ થઇ હતી. નરેન્દ્રમોદીના નેતૃત્વમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી અન્વયે આયોજીત "ગાંધી સંકલ્પ યાત્રા" દરમિયાન જામનગર જીલ્લાના જોડિયા ગામમાં હુન્નર શાળા ખાતે દેશના ભાવિ એવા તેજસ્વી વિધાર્થીઓ, ઉત્સાહી નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સ્વચ્છતા માટે જાગૃતતા કેળવી આ પહેલને સફળ બનાવવા અને દેશને સ્વચ્છતાથી સજાવવા શપથ લેવાયા હતા.

પૂનમબેને જણાવ્યુ હતુ કે ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્ર્વએ અપનાવ્યા છે, અને વૈશ્ર્વીક પ્રગતિ માટે ગાંધીજીના જીવન મુલ્યો વિચારમુલ્યો અપનાવવા આવશ્યક છે એ આપણા રાષ્ટ્રનુ ગૌરવ કહેવાય એટલું જ નહી નરેન્દ્ર મોદી રાષ્ટ્રભરમા ગાંધીજીના સ્વચ્છતા, સમાનતા, સમરસતા સહિતના દરેક મુલ્યોને જન જન સુધી પહોંચાડવા વડાપ્રધાન થયા ત્યારથી ભગીરથ પ્રયાસો કર્યા છે માટે આ ગાંધી સંકલ્પ યાત્રા ખુબ ઉપયોગી બની રહેશે તેમપણ ઉમેર્યુ હતુ તેમજ પૂનમબેને "ગાંધી સંકલ્પ યાત્રા" અંતર્ગત આજરોજ જામનગર જીલ્લાના જોડિયા ખાતે પ્રકૃતિને સ્વચ્છ રાખતા વૃક્ષોનું રોપણ કરી, નાગરિકોને પ્રકૃતિનું સંવર્ધન કરવાં આહવાન કર્યું હતુ.

"ગાંધી સંકલ્પ યાત્રા" દરમ્યાન સાંસદ ગ્રાન્ટમાંથી નિર્માણ થયેલી જોડીયાની હુન્નરશાળામા અદ્યતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણનો અને લક્ષ્મીનગર બગીચામાં પેવરબ્લોકના કામના ખાતમુહુર્ત પૂનમબેન માડમના વરદ હસ્તે થયા હતા, આ પ્રસંગે તેઓએ બગીચાના ખુબ સુંદર ઉછેર અને જતન બદલ ગ્રામજનોને બિરદાવ્યા હતા, દરમ્યાન જોડીયાના બાદનપરમા યોજાયેલી સભામાં, ગાંધીજીના મુલ્યો જીવનમા વણી લેવા અને સીંગલ યુઝ પ્લાસ્ટીક વપરાશ નિયંત્રીત કરી, પર્યાવરણ જાળવવા ગ્રામજનોને નમ્ર અપીલ કરી, "પ્લાસ્ટીક મુક્ત ભારત" અભિયાનના પ્રતિક સમાન કાપડ બેગનું વિતરણ કર્યુ હતુ.

ગાંધીજીના મુલ્યોને જન જન સુધી પહોંચાડવા યોજાયેલી "ગાંધી સંકલ્પ યાત્રા"ના ચોથા દિવસે જામનગર જિલ્લાના જોડીયા પંથકના ભાદરા પાટીયે ઉપસ્થિત ગ્રામજનોને પૂનમબેન માડમે "સ્વચ્છતા હી સેવા" સાકાર કરવા સંકલ્પ લેવડાવ્યા ત્યારે યાત્રા વિરામ વખતે પણ લોકોનો એ જ ઉત્સાહ અને ઉમળકો સરાહનીય ગણાવ્યો હતો, સમગ્ર યાત્રામા ૧૨-જામનગર લોકસભા વિસ્તારના જામનગર જિલ્લા તાલુકા મંડલ ભાજપ પરિવારના આગેવાનો, કાર્યકર્તાઓ, તેમજ વડીલો, યુવાનો, બહેનો, બાળાઓ સહિત સૌ ગ્રામજનો ઉમળકાભેર જોડાયા હતા.