ખંભાળિયા:શિવમ ગેસ્ટહાઉસમાથી જુગારનો અખાડો ઝડપાયો..

જાણો કોણ ચલાવતું હતું..

ખંભાળિયા:શિવમ ગેસ્ટહાઉસમાથી જુગારનો અખાડો ઝડપાયો..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામા આવેલ શિવમ ગેસ્ટ હાઉસના કર્મચારીઓ માંડણ માણસુર રૂડાચ અને બટુક પરસોતમભાઈ ભાયાણી સાથે મળીને  શિવમ ગેસ્ટ હાઉસના રૂમમાં બહારથી માણસો બોલાવી અને ગંજીપતા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમાડતા હોવાની માહિતી પરથી દ્વારકા એલસીબીએ શિવમ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો,

દરોડા દરમિયાન આ બન્ને ઇસમો નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાનું સામે આવતા એલસીબીએ માંડણ રૂડાચ,માલદે ડોસાણી,દેવરામ ગોહેલ,હર્ષદ મોદી,ધના લામ્બરીયા,લાખા જામ,અને બટુક ભાયાણીને રોકડા રૂપિયા ૩૧,૫૦૦ મળી કુલ ૧.૩૮ લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.