ટાટા કંપની સામે પ્રદુષણ ફેલાવવાની ફરિયાદ,GPCBની ટીમ પહોચી

સેમ્પલો તો લેવાય છે પછી...?

ટાટા કંપની સામે પ્રદુષણ ફેલાવવાની ફરિયાદ,GPCBની ટીમ પહોચી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ રિફાઈનરીઓ પ્રદુષણ ફેલાવી રહ્યાની વ્યાપક ફરિયાદો ઉઠી છે,એસ્સાર,નયારા,આરએસપીએલ ઘડી કંપની અને હવે મીઠાપુરમા આવેલ ટાટા કંપની વિરુદ્ધ પ્રદુષણ બોર્ડને રાવ થતા આજે જામનગર પ્રદુષણ બોર્ડના અધિકારી સુત્રેજા સહિતની ટીમ કંપની નજીક આવેલ દેવપરા ગામ ખાતે પહોચી હતી,દેવપરા ગામના એક સ્થાનિક દ્વારા પ્રદુષણ બોર્ડને મીઠાપુર સ્થિત ટાટા કંપની હવા અને પાણીનું પ્રદુષણ ફેલાવી રહી હોવાની ફરિયાદ કર્યા બાદ આજે અધિકારીઓ ફરિયાદ ને આધારે હવા અને પાણીના સેમ્પલો લીધા છે,જેના પૃથક્કરણ બાદ કેટલું અને ક્યાં પ્રકારનું પ્રદુષણ છે તે સામે આવશે.

-સેમ્પલો લેવાય છે,પણ પછી શું તે પણ જાહેર થવું જોઈએ...

ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા ફરિયાદો પરથી વિવિધ કંપનીઓ અને તેની આસપાસથી હવા,પાણી વગેરેના સેમ્પલો તો લેવામાં આવે છે,સેમ્પલો લીધા બાદ કા તો રીપોર્ટ આવતા બહુ લાંબો સમય નીકળી જાય છે,કા તો રીપોર્ટ દબાઈ જાય અથવા ફરિયાદીની ફરિયાદો મુજબનું કાઈ જ ના હોય..પણ જે કાઈ પણ હોય આવા રીપોર્ટ સત્યતા ને ઉજાગર કરવા પ્રદુષણ બોર્ડ જાહેર કરે તો તેમાં શું વાંધો હોય શકે,તો ખ્યાલ પણ આવે કે હાલારની કઈ રીફાઈનરી કેટલું પ્રદુષણ ઓકે છે.