ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા ટંકારા ખાતે ખેડૂત મીટીંગ યોજાઈ..

ટપક પદ્ધતિની વિશેષ માહિતી આપવમાં આવી

ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા ટંકારા ખાતે ખેડૂત મીટીંગ યોજાઈ..

Mysamachar.in-મોરબી:

ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા મોરબીના ટંકારા તાલુકાના જીવાપર ગામે ખેડૂત મીટીંગનું આયોજન  કરવામાં આવ્યું હતું, જેમાં GGRC મુખ્ય મહેમાન તરીકે પી.પી.દોંગા ચીફ(AD, AI & MIS) હાજર રહ્યા હતા. જેમને ખેડૂતોને ટપક પદ્ધતિ તેની ઉપયોગિતા GGRC ની કાર્યપ્રણાલી ટપક પદ્ધતિ ના ફાયદા પાણીનું મહત્વ વગેરે વિશે માહિતી આપી ઉપરાંત GGRC મોરબીથી પધારેલ આર.એમ. ડાંગર દ્વારા ખેડૂતોને ટપક પદ્ધતિ વહેલાસર અપનાવવા તથા સો ટકા ટપક પદ્ધતિ હેઠળ ખેતી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો, ભૂમિ પોલીમર્સ -રાજકોટના ડાયરેક્ટર રસિકભાઈ બાલધા, સ્ટેટ ઇન્ચાર્જ નિકુંજભાઈ બગસરિયા, એગ્રોનોમીસ્ટ ગનીભાઇ પટેલ વગેરે દ્વારા ટપક પદ્ધતિની તાંત્રિક જાળવણી તેમજ કપાસ અને મગફળીના રોગ-જીવાત વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી આ મિટિંગમાં ખાસ અનુસૂચિત જાતિ ખેડૂત ખાતેદાર ને ટપક પદ્ધતિ માટે મળતાં વધારાની સબસીડી ના લાભો લેવા તેમજ અન્ય ખેડૂતોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી.