જી.જી. હોસ્પિટલમા જરૂરી સ્ટાફ નથી  માત્ર ને માત્ર મોટી મોટી વાતો

આવું તંત્ર હોય..?

જી.જી. હોસ્પિટલમા જરૂરી સ્ટાફ નથી  માત્ર ને માત્ર મોટી મોટી વાતો

Mysamachar.in-જામનગર:

જામનગરમા આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી એવી જી.જી. હોસ્પીટલમા જરૂરી સ્ટાફ પણ પુરતો નથી તો સીક્યોરિટી સફાઇ કે સારા વ્યવહારની વાત જ ક્યા કરવી તેવો ઘાટ ઘડાયો છે, એક્સરે, સોનોગ્રાફી, એમ.આર.આઇ, લેબોરેટરી રેડીએશન વગેરે વિભાગોમા ટેકનીકલ સ્ટાફ જ પુરતો નથી માત્ર જુજ સ્ટાફથી ગાડુ ગબડાવાય છે, અનેક ક્ષતીઓ અંગે હાલના સુપ્રીન્ટેન્ડન્ટ ખાસ કંઇ વહીવટી કુશળતાઓ દર્શાવી શક્યા નથી ઉપરથી પરિસ્થિતિ એ થઇ કે જાહેર જીવનના કોઇ કોઇ હોસ્પીટલ અંગે પડકારજનક પ્રશ્ર્નો ઉઠાવતા તે પણ હમણા ઉઠાવાતા નથી અથવા દરેક જાહેર થતા નથી,

જુનિયરો ઉપર કામના ભારણ સિનિયરોના જલસા લીફ્ટો બંધ એમ્બ્યુલન્સની ઘટ અમુક સ્ટાફની દર્દીઓ સાથે ગેરવર્તણુંક હોસ્પીટલનુ ચેપ લાગે તેવુ ઘણી વખતનુ વાતાવરણ દર્દીઓની ભીડનુ દવાના સ્ટોકનુ સર્જરીની જરૂરી ચીજોનુ તમામ કેમેરાઓનુ સ્ટાફની ગેરહાજરી જરૂરી ન હોવા છતા લેબ રિપોર્ટ અને ઇન્વેસ્ટીગેશન કરાવ્યે રાખવા ક્લીનીકલ ડાયોગ્નોસીસ ની ઘટી રહેલી આવડત માત્ર લક્ષણોની સારવાર વગેરે સંખ્યાબંધ મુદે નિયમીત વોચના અભાવથી છેલ્લા મહીનાઓથી તંત્ર વધુ કથળ્યાની દર્દીઓ તેમના સગા સ્નેહીઓ મુલાકાતીઓ સમાજ સેવકો અને જાણકારોમા ચર્ચાઓ થાય છે. ખુબી એ છે કે અનેક ગંભીર ખામીઓ છતા ગાંધીનગર સહિતની મીટીંગોમા માત્ર મોટી મોટી વાતો જ થાય છે.