જી.જી.હોસ્પિટલનું હાડકાનું ઓ.ટી ટેબલ થયું ખરાબ,દર્દીઓ જુએ છે ઓપરેશનની રાહ..

વિક્રમ માડમની રજૂઆત

જી.જી.હોસ્પિટલનું હાડકાનું ઓ.ટી ટેબલ થયું ખરાબ,દર્દીઓ જુએ છે ઓપરેશનની રાહ..

Mysamachar.in-જામનગર:

જામનગર જી.જી.હોસ્પિટલમા એક સાંધિયે તો તેર તૂટે તેવી પરિસ્થિતિ છે,એવામાં છેલ્લા દસેક દિવસ જેટલા સમયથી હાડકાના ઓપરેશન થીયેટરનું ઓટી ટેબલ ખરાબ થઇ જતા ઓપરેશનો અટકી પડ્યા હોવાનું ધારાસભ્ય વિક્રમ માડમે અખબારીયાદીના માધ્યમથી જાહેર કર્યું છે,

માડમે જાહેર કરેલ યાદીમાં જણાવ્યું છે કે જી.જી.હોસ્પિટલમા ના હાડકા ના ઓપરેશન થીયેટરમા અલગ અલગ પ્રકારના ઓપરેશનો કરવા માટે અત્યાધુનિક ઓટીટેબલ હમણાં સુધી કાર્યરત હતું,પણ દસેક દિવસથી આ ટેબલ ખરાબ થઇ જતા હાડકાના ઓપરેશનો બંધ થઇ ચુક્યા છે,અને ૪૦ જેટલા દર્દીઓ ના ઓપરેશનો અટકી ચુક્યા છે,

વિક્રમ માડમે આ મામલે ગુજરાત સરકાર પર નિશાન સાધતા એવું પણ કહ્યું છે કે સરકાર વાઈબ્રન્ટ ગુજરાતના તાઈફાઓમા મબલખ ખર્ચાઓ કરે છે,પણ પ્રજાને પીડામાંથી મુક્ત કરવા માટે સરકાર પાસે સમય કે પૈસા નથી તેવો સવાલ પણ માડમે ઉઠાવ્યો છે,

વધુમાં વિક્રમ માડમે શહેરની તમામ સેવાકીય સંસ્થાઓ હોસ્પિટલમા હાડકા વિભાગમાં દર્દીઓની પીડા જોઈ અન દર્દીઓના પ્રશ્નને વાચા આપવાના પ્રયાસ કરે તેવી અપીલ સાથે હાડકાનું ઓટીટેબલ તાત્કાલિક કાર્યરત થાય તેવી માંગ પણ કરી છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.