મામા ફોઈના ભાઈ બહેન વચ્ચે થયેલ ફ્રેન્ડશીપ બળાત્કાર અને ધમકી સુધી પહોચી....

ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી

મામા ફોઈના ભાઈ બહેન વચ્ચે થયેલ ફ્રેન્ડશીપ બળાત્કાર અને ધમકી સુધી પહોચી....
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

જેમ જેમ જમાનો આધુનિક થતો જાય છે તેમ તેમ સામાજિક અધ:પતન ના કિસ્સાઓ પણ સામે આવતા જાય છે,એવામાં આજના જમાનામાં જોયાજાણ્યા વગર સબંધોમાં બંધાઈ જતા યુવક અને યુવતીઓના સબંધો કેટલીય વખત કરુણ અંજામ આવે છે,જામનગર શહેર મા એવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જે ભદ્ર સમાજ માટે લાલબતી સમાન છે,

મૂળ જામનગરના અને હાલ સુરતમાં હીરાઘસું તરીકે કામ કરતાં અનિલ(નામ બદલાવેલ છે),તેને પોતાના જ ફોઈની દીકરી મનીષા(નામ બદલાવેલ છે) સાથે આંખ મળી જતા મનીષા અને અનિલ વચ્ચે ફ્રેન્ડશીપ થઇ હતી,અને બને એકબીજા ની વધુ નિકટ આવવા લાગ્યા હતા,અને  એવામાં એક દિવસ અનિલ એ મનીષા ને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી,અનિલ પરિણીત હોવાનું મનીષા જાણતી હતી તેથી તેને  અનિલ ને એમ પણ પૂછ્યું હતું કે તારા લવ મેરેજ થયા છે અને તને બાળક પણ છે તો તું મને કઈ રીતે સાચવીશ,છતાં પણ પોતાના જ ફોઈની દીકરી પર વારી ગયેલ અનિલ ગમે તે રીતે સબંધો વધુ ગાઢ બનાવવા મનીષાને એક બાદ એક લાલચો આપતો ગયો..

બાદમાં મનીષા ને વિશ્વાસમા લઇ અનિલએ એક વખત દ્વારકાની ની હોટલમાં,અને બેએક વખત જામનગરના ત્રણબતી નજીક આવેલ હોટલમાં એમ ત્રણથી ચાર  વખત મનીષાની ઈચ્છા વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું, અને  જો મનીષા તેની સાથે સબંધ ના રાખે તો મનીષાના ફોટો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો  ,

અંતે પોતાના જ મામાના દીકરાથી તંગ આવી ગયેલ બળાત્કારનો ભોગ બનનાર પીડિતા એ સીટી સી ડીવીઝન પોલીસ મથકે જઈ પોતાની આપવીતી વર્ણવતા પોલીસે બળાત્કાર આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ એક આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.