કમિશ્નર કાર્યાલયના "ઠાઠ",વારંવાર જંગી ખરીદી...

વાંચીને આશ્ચર્યચકિત થઇ જશો...

કમિશ્નર કાર્યાલયના "ઠાઠ",વારંવાર જંગી ખરીદી...

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા કમિશ્નર કાર્યાલયના "ઠાઠ" કંઇક અલગ જ હોય છે,કમિશ્નર કાર્યાલય અને કમિશ્નર બંગલામા ખર્ચ ચાલતા જ રહે છે,આ ખર્ચ જરૂરી છે કે કેમ?કમિશ્ર્નરે ડીમાન્ડ મુકેલી છે કે કેમ? અથવા તે ખર્ચ ન થાય તો ચાલે એમ છે કે કેમ? તેવી કોઇ સમીક્ષા જાહેર થઇ નથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામા આવી સમીક્ષા આવશ્યક છે,

જેમકે,રૂમ ફ્રેશનર ૭૬,અલગથી એર ફ્રેશનર ૩૬,કોલીન સ્પ્રે ૪૬,ટોયલેટ ક્લીનર ૬,ગ્લાસ ક્લીનર ૩૪,ઓલ આઉટ સ્પ્રે ૧૨,કાતર ૪,ફ્લેગ ૬,ફીનાઇલના પાંચ લીટરના કેન ૨૯,ફીનાઇલ ગોળી ૧૦૦ ગ્રામ વાળા ૩૫ પેકેટ,બેગ ફાઇલ ૩૮,સાબુ ૩૨,હેંડવોશ લીક્વીડ ૬,લક્સ સાબુ ૨૦,નેપકીન ૧૮,પેન ડ્રાઇવ ૪,ફેક્સ કાર્ટીઝ ૧,કાચના કપ-રકાબી ૩૦,ગુડનાઇટ લીક્વીડ ૬,ગ્રેડ નાઇટ મશીન ૨,સીડીકવર બોક્સ ૧,

કાચના ગ્લાસ ૬,વીઝીટીંગ કાર્ડ આલ્બમ ૦૧,ગ્લુ સ્ટીક ૫,પેન્સીલ ૩,માર્કર પેન ૪,ટેનજુડી કલરવાળી ૧,બેગોન સ્પ્રે ૧૦,હીટ સ્પ્રે ૧૬,નીરમા પાઉડર ૫૦૦ ગ્રામની થેલી ૩,કી-બોર્ડ ૧,માઉસ ૧,મોટી ડોલ ૧૦,કચરા ટોપલી ૭,પ્લાસ્ટીક મગ ૭,ટમ્બ્લર ૩,તાળા ૯,સીટી ૩,સેલોટેપ ૬,કવર ૪૦૦,વીઝીટીંગ કાર્ડ ૩૦૦,ખાસ કાર્ડ ૨૫૦,ખાસ કવર ૩૦૦( ખાસ કાર્ડ કરતા કવર વધુ),સ્ટીલના ગ્લાસ ૧૨ વગેરે વગેરે ખરીદી થયાનુ ઓડીટ શાખાને સ્ટોર્સ વિભાગે જણાવ્યુ છે,

 
ઉપરથી વાસ્તવિકતા એ છે,આવી ખરીદી એક વખત નહી એકથી વધુ વખત થાય છે,ત્યારે આ યાદી જોઇને કોઇ હોટલના રૂમ  માટે ખરીદી થઇ હોય અથવા મોટુ ઘર હોય તે માટે ખર્ચ થયો હોય તેવુ પહેલી નજરે લાગે,આવા જ ખર્ચ ચા,કોફી,નાસ્તા,મીઠાઇ,બુકે,હોટેલથી મંગાવાતા લંચ-ડીનર વગેરેના પણ હોય છે,જે અલગથી થાય છે અને સતત થતા રહે છે,
 
તો આવું કેમ...

૭ લાખની જનતાની સુખાકારી માટે આ કાર્યાલય કાર્યરત છે,તો જનતાના કરના નાણામાંથી પોતાની સુખ સુવિધા માટે ખર્ચ કરે,વારંવાર કરે,ડેડસ્ટોક રજીસ્ટરમા વ્યવસ્થિત નોંધ ન કરે તો આંગળી ન ચીંધવી જોઇએ,પરંતુ અમુક ટીકાકારો તો બસ ટીકા જ કરે છે કે,વારંવાર આવી ખરીદી શા માટે થાય છે? પોતાનુ પર્સનલ ઘર હોય( ક્વાર્ટર નો બંગલો છે ત્યાના ફર્નીચર,ગાર્ડનીંગ,મેન્ટેનન્સ વગેરે  ખર્ચની તો હજુ  વિગતો જાહેર થઇ નથી,તે તો છુટક-છુટક સ્ટેન્ડીંગ કમીટીમા જાણની આઇટમમા દેખા દેતી હોય છે) તો શુ કોઇ આવા ખર્ચ વારંવાર કરે? એવા સવાલો પણ ટીકાકારો કરે છે,ઉપરથી પુછે છે,આ બધુ જાળવીને ઉપયોગ કરતા હશે કે ખરીદીની જેમ જ તેમાય દલા તરવાડી જેવો ઘાટ હશે?