20 ટકા ઓછા ભાવે સોનાની લાલચ પડી મોંધી, 3 શખ્સોનું કારસ્તાન 

આટલા લાખ ગુમાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી 

20 ટકા ઓછા ભાવે સોનાની લાલચ પડી મોંધી, 3 શખ્સોનું કારસ્તાન 
symbollic image

Mysamachar.in:ભુજ
કહેવાય છે ને કે લાલચ બુરી બલા છે..અને લાલચમાં આવનાર વ્યક્તિ ક્યાંક કોઈક  દિવસ બરોબરનો ભીડાઈ જાય છે, આવો જ વધુ એક કિસ્સો ભુજમાં સામે આવ્યો છે, જ્યાં ઓછી કીમતે સોનું મેળવવાની લાલચે એક વ્યક્તિએ લાખો ગુમાવવાનો વારો આવ્યો છે, વીશાલ શાહ નામની ફેસબુક આઇડીથી ભાવનગરના વિશાલ ગુણવંતરાય સાથે મેસેજથી વાતચીત શરૂ થઇ હતી. બીલ વગરનું સોનુ 20 % ઓછા ભાવે આપવાની લાલચ બતાવાઇ હતી, અને ઓછામાં ઓછુ 200 ગ્રામ સોનુ ખરીદવુ પડશે તેમ કહી બોસ બનેલા નવાબ સાથે  ફોનથી વાત થઇ હતી. નવાબે ભુજ સોનુ ખરીદવા આવવું પડશે તેવી વાત કરી હતી અને સુનીલભાઇના મોબાઇલ નંબર વધુ વાતચીત કરવા માટે આપ્યા હતા.
  

જે બાદ ફરીયાદી ચાર ફેબ્રુઆરીના રોજ  ગઢડા-માતાના મઢ બસમાં ભુજ આવી નખત્રાણા પહોંચ્યા હતા. ત્યાંથી માંડવી તાલુકાના વાંઢડી ગામના ખેરાજભાઇ ખીમજીભાઇ મહેશ્વરી સાથે ભુજ આવ્યા હતા. મંગલમ ચાર રસ્તા પાસે સુનીલભાઇનો ફોન આવ્યો હતો અને સફેદ કલરની અને નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડીમાં બેસી ગયા હતા. રહીમનગરમાં સમીર સોઢાના ઘરે લઇ ગયા અને ઓફીસમા બેસાડયા હતા. તે બાદ થોડા દિવસ પછી ગાડી લઇને ભુજ આવ્યા હતા અત્યારે પૈસા આપી જાઓ ભુજમાં તમને સોનુ આપી શકાય તેમ નથી એટલે તમને ગાંધીધામ સોનુ મળી જશે. રૂપીયા જમા કરાવી દીધા હતા અને સોનુ આપ્યુ ન હતું. આમ પોતે છેતરપીંડીનો ભોગ બન્યાનું અંતે માલુમ થતા ત્રણેય ઈસમો સામે 6,90,000 પડાવી લેવાયાની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.