સમપર્ણ હોસ્પિટલમા ચાર વર્ષના બાળકનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ..

હોસ્પિટલે કર્યો બચાવ..

સમપર્ણ હોસ્પિટલમા ચાર વર્ષના બાળકનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં જામનગરના ટાઉનહોલ નજીક સંકલ્પ હોસ્પિટલમાં ડીલેવરી દરમિયાન લોહી વધુ વહી જતા એક મહિલા પોલીસકર્મીને જી.જી.હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યા બાદ તેણીનું મોત નિપજ્યાની ઘટના હજુ હમણાની છે ત્યાં જ આજે સમર્પણ હોસ્પિટલમા ચાર વર્ષના બાળકનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર બેદરકારી ના આક્ષેપો કર્યા છે, ડેન્ગ્યુની અસર થી દાખલ કરવામાં આવેલા પાંચ વર્ષના મીતરાજસિંહ વાઢેર નામના બાળકને પરિવારજનોના આક્ષેપ મુજબ સિસ્ટર દ્વારા ત્રણ જેટલા ઇન્જેક્શન આપ્યા બાદ બાળકનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, તો ચારવર્ષના બાળકનું મોત થતા રોષિત પરિવારજનોએ હોસ્પિટલના અમુક કાચમાં તોડફોડ કરી હોવાનું પણ જાણવા મળે છે.તો હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી ડો.હીમાંશુ પાઢે જણાવ્યું હતું કે બાળકને કરવી જોઈતી સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે,પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, પણ પોસ્ટમોર્ટમ બાદ હકીકત નો ખ્યાલ આવશે અને હોસ્પીટલ તરફથી કોઈ બેદરકારી રાખવામાં ના આવી હોવાની વાત તેમણે હાલના તબક્કે કરી છે.