રેઇડ કરવા ગયેલ મીઠાપુર પોલીસ પર હુમલો..

ચાર સામે નોંધાઈ ફરિયાદ

રેઇડ કરવા ગયેલ મીઠાપુર પોલીસ પર હુમલો..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમા દારૂની માહિતી મળતા રેઇડ કરવા ગયેલ પોલીસને હુમલાનો ભોગ બનવું પડ્યું છે,વાત એવી છે કે સુરજકરાડીમા નગરપાલિકા કચેરી પાછળ એક મકાને મીઠાપુર પોલીસની ટીમ પ્રોહીબીશનની રેઇડ કરવા ગયેલા હોય ત્યારે મેઘાબેન રોશિયા,રાકેશ રોશિયા,દેવશી રોશિયા અને એક અજાણ્યા ઇસમો સહીત ચારેય ભેગા મળીને રેઇડ કરવા માટે આવેલ પોલીસને ગાળો કાઢી અને રેઇડ કરતાં રોક્યા હતા.અને રેઇડ  આવેલ  મહિલાપોલીસકર્મી સહિતનાઓ સાથે ઝપાઝપી કરી ખોટા કેસોમાં પોલીસને ફસાવી દેવાની ધમકી આપતા મામલો ઉગ્ર બન્યો હતો,આમ દારૂના કેસ અંગે રેઇડ કરવા ગયેલ પોલીસકર્મીઓ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ મહિલાપોલીસકર્મીએ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવી છે.