કારચાલકે ગુમાવ્યો કાબુ અને ૪ ના મોત 

જાણો ક્યાંની ઘટના

કારચાલકે ગુમાવ્યો કાબુ અને ૪ ના મોત 

mysamachar.in-જુનાગઢ

માંગરોળ નજીક કાર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવતા પરિવાર માટે રવિવાર ગોજારો બની જવા પામ્યો છે,આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.અકસ્માત એટલો તો ગંભીર હતો કે કાર પલ્ટી મારી જતાની સાથે જ કારની કેવી હાલત થઇ હતી તે દ્રશ્ય સ્પષ્ટ કરી આપે છે.