ગરબામાંથી પરત આવતા યુવાનોને નડ્યો અકસ્માત, 4નાં મોત

આશાસ્પદ યુવાનોના મોતથી અરેરાટી

ગરબામાંથી પરત આવતા યુવાનોને નડ્યો અકસ્માત, 4નાં મોત

Mysamachar.in-પંચમહાલ:

નવરાત્રીની છેલ્લી રાતે પંચમહાલમાં રસ્તા પર કાળ ફરી વળ્યો હતો. અહીં ગોજારા બે અકસ્માતમાં 4 યુવાનોનાં મોત નીપજ્યાં છે. સોમવારે નવમાં નોરતાની મજા માણીને પાછા ફરી રહેલા છાણીપ ચોકડી પાસે બે બાઇકનાં અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે નાકૂડી પાસે ટ્રકની અડફેટે બાઇક સવારનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલનાં શહેરા તાલુકાનાં છાણીપ ચોકડી અને ચાંદણગઢ પાસે બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બીજી બાજુ કોળિયા શહેરાનાં નાકૂડી પાસે ટ્રકની અડફેડે બાઇક સવારનું મોત નીપજ્યું છે.

આ અકસ્માતમાં યુવાનોનાં મોત નીપજ્તા પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. અકસ્માત સર્જાતા સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરતાં તેઓ ત્યાં આવી જઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોનાં મૃતદેહને હાલ પીએમ માટે લઇ જવામાં આવ્યાં છે. તો આશાસ્પદ યુવાનોના મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી.