મોટા ઉપાડે રદ કરેલી સંઘની માન્યતા ફરી આપવાની ફરજ પડી..

આવું તો કેટલું હાલતું હશે.?

મોટા ઉપાડે રદ કરેલી સંઘની માન્યતા ફરી આપવાની ફરજ પડી..

Mysamachar.in-જામનગર:

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો કોઈ ને કોઈ મુદાઓને લઈને વિવાદોમા રહેવા માટે જાણીતી છે,છતાં પણ રાજકીય ઓથ મેળવી ઘરની પેઢીની જેમ ચાલી રહેલ સમિતિમાં કોઈનો વાળ પણ વાંકો થતો નથી,તે પણ વાસ્તવિકતા છે,એવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ જામનગર નગર પ્રાથમિક શિક્ષક સંઘની માન્યતાને વર્ષો બાદ થોડા સમય પૂર્વે એકાએક રદ કરતા આશ્ચર્યની સાથે આ મુદ્દો જામનગરના શિક્ષણજગતમા ચર્ચાનો વિષય પણ બન્યો હતો,અને કોના ઇશારે અને શા માટે આવું થયું તે પણ જાણકારોમા ચર્ચાઈ રહ્યું હતું,વર્ષોના વ્હાણા વીતી ચુક્યા બાદ અચાનક સમિતિ દ્વારા શરતોનું પાલન ન થયાનું જણાવી સંઘની માન્યતા રદ કરવામાં આવી હતી,પણ અંતે થૂંકેલું ચાટવા ની સ્થિતિ ઉભી થઇ અને  સંઘને માન્યતા આપતો ઠરાવ તાજેતરમાં જ કરવામાં આવ્યો છે.