આ કારણોસર ઢાળી દેવાયું હતું જુના જીમખાના નજીક યુવકનું ઢીમ...

જીમખાનાનો બનાવ..

આ કારણોસર ઢાળી દેવાયું હતું જુના જીમખાના નજીક યુવકનું ઢીમ...

Mysamachar.in-જામનગર:

જામનગરના ડેન્ટલ કોલેજના પાછળ આવેલા જુના જીમખાના નજીક થયેલ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે,કબુતર ખરીદવાના પૈસાની લેતીદેતી બાબતે થયેલ ઝઘડામા આ હત્યા નીપજાવનાર એક શખ્સને LCB એ દબોચી લીધો છે,ગત તા.૧૩ ના રોજ જામનગરની ડેન્ટલ કોલેજના પાછળના ભાગે આવેલ અને વર્ષોથી બંધ પડેલા જુના જીમખાના નજીક મુકેશ પાટડિયા નામના ચાની કીટલીમાં કામ કરતાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો,તીક્ષ્ણ હથિયારો વડે યુવકની હત્યા નીપજાવનાર કોણ છે,?તે દિશામાં LCB સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી,તપાસમાં હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં જ LCB ને ઉકેલી નાખવામાં સફળતા મળી છે,

LCB એ વિવિધ પાસાઓની તપાસના અંતે આ ગુન્હામાં સંડોવાયેલા નરેશ ઉર્ફે નલૂ ઢાપા નામના શખ્સની આ ગુનામાં ધરપકડ કરી છે,પોલીસની પૂછપરછમા નરેશે મુકેશની હત્યા કબુતર ખરીદવાના પૈસાની લેતીદેતી બાબતે બંનેને અવારનવાર ઝઘડો થતો હતો અને તેના કારણે જ હત્યા કરવાના દિવસે તે મુકેશને જીમખાના નજીક લઇ અને તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત આપી છે.