લાલપુરના નવાણીયા ગામે એ મહિલાની હત્યા થઇ હતી આ કારણોસર 

એલસીબી અને મેઘપર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે ને ઝડપી પાડ્યા 

લાલપુરના નવાણીયા ગામે એ મહિલાની હત્યા થઇ હતી આ કારણોસર 

Mysamachar.in-જામનગર:

બે દિવસ પૂર્વે જીલ્લાના લાલપુરના નવાણીયા ગામે વાડી વિસ્તારમાં એક મહિલાની હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઇ હતી, અને હત્યારાઓ કોણ તેની તપાસમાં લાગી હતી, ખેત મજુર તરીકે કામ કરતી નાનકીબેન તડવી નામની ૨૭ વર્ષીય મહિલાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાની ઘટના સામે આવતા મેઘપર પોલીસ અને જામનગર એલસીબી આ અંગે ઊંડાણપૂર્વકની તપાસમાં હતા તે દરમિયાન હત્યા નીપજાવનાર બન્ને હત્યારાઓ પોલીસને હાથ લાગી ચુક્યા છે, 

મેઘપર પીએસઆઈ ડી.એસ.વાઢેર અને એલસીબીના નિર્મલસિહ જાડેજાના મળેલ બાતમીના આધારે હત્યાને અંજામ આપનાર હરમસિંગ ખીમાસિંગ અજનાર અને દિલીપસિંગ બંગેલને કાનાલુસ રેલ્વે સ્ટેશન નજીક થી ઝડપી પાડી તેની આકરી ઢબે પૂછપરછ કરતા મૃતક નાનકીબેનના પતિ કનવરે હત્યા કરનાર બન્ને આરોપીઓને હાથ ઉછીના પૈસા આપેલા હતા, અને તેની મહિલાનો પતિ કનવાર પણ અવારનવાર ઉઘરાણી કરતો હતો, જે બાદ મહિલાનો પતિ વતનમાં જતો રહેતા મૃતક મહીલાએ પોતાના પતિ વતી બન્ને શખ્સો પાસેથી પૈસાની માંગની કરતા દીલીપસિંગ નામના આરોપીએ મહિલાને ઊંચકી ખાટાલામાં સુવડાવી દઈને એક આરોપી એ પકડી રાખેલ જયારે હરમસિંગે મહિલાને માથાના ભાગે દાતરડાથી ઘા મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત આપી છે.