પીંક પ્રોજેક્ટ માટે જામનગરની મહિલાઓને આગળ આવવા આહવાન:શેતલબહેન શેઠ

૩૦,૦૦૦ જેટલી બહેનોને સિલાઈમશીનો આપી સ્વનિર્ભર કરી

પીંક પ્રોજેક્ટ માટે જામનગરની મહિલાઓને આગળ આવવા આહવાન:શેતલબહેન શેઠ

mysamachar.in-જામનગર

શહેર મા શેતલ શેઠ,આ એવું નામ છે જેને ટૂંકાગાળામા પણ ખુબ જ મોટી નામના મેળવી છે..જામનગરની જાણીતી સામાજિક સંસ્થા સંસ્કૃતિ ફાઉન્ડેશનના પ્રમુખ શેતલબેન શેઠ એ mysamachar.in ની શુભેચ્છા મુલાકાત લીધી,તેવો એ ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ અને મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર ને જામનગર થી સૌપ્રથમ ન્યુઝ પોર્ટલ શરૂ કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી,

શેતલબહેન શેઠ સંસ્કૃતિ ફાઉન્ડેશનના પ્રમુખ,ઉપરાંત જામનગર મહિલા સહકારી બેન્કના એમડી,અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર હોવા ઉપરાંત પણ જૈન સમાજ સહીત કેટલીય સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ ને સતત સેવાકીય પ્રવૃતિઓ નો વ્યાપ સમાજમાં વધારી રહ્યા છે,

શેતલબહેનએ સમાજમાં મહિલા પગભર ના હોય શિક્ષિત ના હોય તો તેની હાલત કેવી કફોડી થાય છે તેના કેટલાક કિસ્સાઓ ને તેવોએ નજીક થી જોયા બાદ મહિલાઓ માટે મનમાં કઈક કરી છુટવાની ભાવના શેતલબહેન ના મનમાં બંધાઈ જતા તેવો છેલ્લા કેટલાય વર્ષોથી મહિલાઓ શિક્ષિત થવા સાથે સ્વનિર્ભર બને તે દિશામાં સતત પ્રયાસો તેમની સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છે,શેતલબહેન મહિલા દિવસ નિમિતે સમાજમાં અનોખી મહિલાઓ  જેને સમાજને કઈક સંદેશો આપ્યો છે તેવી મહિલાઓનું સન્માન પણ તેમની સંસ્થા દ્વારા કરવામાં આવે છે,સાથે જ તેવોના સત્કાર્યો માટે સતત મહિલા બેંક નો પણ સહયોગ મળતો રહ્યો હોવાનું શેતલબહેન જણાવે છે,છેલ્લા પાંચેક વર્ષના સમયગાળામાં તેવોંએ ૩૦,૦૦૦ જેટલી બહેનો પોતે પોતાનો રોજગાર મેળવતી થાય તેના માટે તેને સિલાઈ મશીનો પણ આપ્યા છે,આવી તો મહિલા ઉપયોગી અનેક પ્રવૃતિઓ કરીને તેવોએ તેમનો સેવાયજ્ઞ અવિરત રાખ્યો છે,શેતલબહેનનો ડ્રીમ પ્રોજેક્ટ પીંક પ્રોજેક્ટ છે,પણ શેતલબહેન વાત કરતાં જણાવે છે કે મહિલાઓ ની જાગૃતિ આ પ્રોજેક્ટ ને લઈને ખુબ જ ઓછી હોય તેવો એ માય સમાચારના માધ્યમથી પણ મહિલાઓ આગળ આવે તેવું આહવાન પણ કર્યું છે,પીંક પ્રોજેક્ટ એટલે શું તેની હજુ અમુક લોકોને જાણ નથી જામનગરના જનતાફાટક નજીક થોડાસમય પૂર્વે બાળકી પર દુષ્કર્મનો એક અકલ્પનીય કહી શકાય તેવો કિસ્સો બન્યા બાદ કેટલાક વાલીઓ દ્વારા શેતલબહેન સમક્ષ સ્કુલોમાં ચાલતી વેન અને રીક્ષાઓમાં ના અમુક ડ્રાઈવરો ના કરવી જોઈતી હરકતો દીકરીઓ સાથે કરતાં હોય છે,પણ સમાજમાં બદનામીની બીકે આવા કિસ્સાઓ સામે આવતા નથી તો આ માટે કઈક કરવું જોઈએ 

તેથી શેતલબહેન પીંક પ્રોજેક્ટ નો વિચાર કર્યો આ પ્રોજેક્ટ અંતર્ગત એક મહિલા જો તેને મોટર ચલાવતા આવડતી હોય તો ઠીક અન્યથા તેવોની સંસ્થા દ્વારા તેને મોટરડ્રાઈવિંગ નિશુલ્ક શીખવાડવાની સાથે મહિલા બેન્કના સહકારથી સરકારની ૩૦% સબસીડીની યોજનામાં ૩ વર્ષ ની બેંક લોન જે તે મહિલાને અપાવશે,સાથે જ શાળાઓમા થી બાળકીઓને લેવા મુકવા સુધીનું જરૂરી સંકલન પણ કરાવી આપવાની જવાબદારી શેતલબહેન ઉઠાવવા તૈયાર છે, મહિલા એક ઇકો કાર ખરીદ કરશે અને તેમાં જ બાળકીઓને શાળા એ મુકવા પણ જશે,જેનાથી તે સ્વનિર્ભર તો થશે જ પણ સ્કુલમાં અભ્યાસ કરતી બાળકીઓની સુરક્ષામાં પણ વધારો થશે,અને આ પ્રોજેક્ટ નું નામ પીંક પ્રોજેક્ટ હોવાથી આ સ્કુલવાનનો કલર પણ પીંક જ રાખવાની તેમની ઈચ્છા છે

શેતલબહેન દ્વારા છેલ્લા કેટલાય સમયથી ખુબ જ મહત્વકાંક્ષી કહી શકાય તેવા પીંક પ્રોજેક્ટ માટે અથાગ મહેનત કરવામાં આવી રહી છે પણ મહિલાઓ આગળ નથી આવતી તે બાબત કમનસીબ છે,ત્યારે આ પ્રોજેકટ માટે મહિલાઓ આગળ આવે ઉપરાંત પણ મહિલાઓને પગભર કરવાની દિશામાં શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાતરી સાથે આવનાર વર્ષોમાં પણ તેવો સતત સમાજઉપયોગી કાર્યો કરતાં રહેશે તેવો કોલ પણ આપ્યો હતો..