સરકારી મિલકતનો મફતમાં જામનગરમાં થાય છે આ રીતે ઉપયોગ..

ભૂતકાળમાં શાશકપક્ષના જ એક સભ્યએ મુદ્દો ઉઠાવતા એસ્ટેટવિભાગની પોલ ખુલી હતી

સરકારી મિલકતનો મફતમાં જામનગરમાં થાય છે આ રીતે ઉપયોગ..

mysamachar.in-જામનગર

સરકારી મિલકતો નો દુરુપયોગ કઈ રીતે કરાય તે જોવું હોય તો જામનગરના જાહેરરસ્તાઓ તેની ગવાહી  વીજપોલ અને સ્ટ્રીટલાઈટના પોલ પૂરી રહ્યા છે,નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે..એવામાં જામનગરમા પણ કેટલાય આયોજકો દ્વારા લખલુંટ ખર્ચ કરી અને ભભકાદાર આયોજનો કરવામાં આવી રહ્યા છે...

પણ આવા કેટલાક આયોજકો ઉપરાંત અન્ય લોકો દ્વારા જામનગર પીજીવીસીએલ ની માલિકીના અને જામનગર મહાનગરપાલિકા ની માલિકીના વીજપોલ પર ગેરકાયદેસર રીતે પોતાના આયોજનોની જાહેરાત કરતાં હોર્ડીંગ્સ લગાડવામાં આવ્યા છે,

પોત લાખો રૂપિયાના આયોજનો કરે પણ પણ મફતની મજા લુંટવા આવી રીતે સરકારી મિલકતનો દુરુપયોગ કેટલો વાજબી તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે,આવા સવાલો વચ્ચે તંત્ર બધું જાણે છે છતાં પણ કઈ કરતુ નથી કે કરવા માંગતું નથી તે સવાલ પણ ઉભો છે,આમાં થી ખરેખર જેને મનપામાં નિયત ચાર્જ ભર્યો તે ઠીક પણ એ સિવાય પણ અન્ય કેટલાક લોકો દ્વારા મફતની મજા ની તપાસ થશે કે કેમ..?
અમારા વીજપોલ પર હોર્ડીંગ્ઝ લગાવવાની કોઈ જોગવાઈ જ નથી:અધિક્ષક ઈજનેર:પીજીવીસીએલ 
જામનગરમાં પીજીવીસીએલ ના અનેક થાંભલાઓ પર નવરાત્રીના આયોજકો દ્વારા પોતાની જાહેરાત કરતાં હોર્ડીંગ્ઝ લગાવવામાં આવ્યા છે.ત્યારે આ કાયદેસર કે ગેરકાયદેસર તે અંગે જયારે જામનગર પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર મહેતાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે આ રીતે અમારા વીજપોલનો ઉપયોગ કર્રી શકાતો નથી,અને તેનો ચાર્જ વસુલી ને પણ આ રીતે હોર્ડીંગ્ઝ લગાવવાનો કોઈ નિયમ નથી,અમે આવા તમામ હોર્ડીંગ્ઝ અંગે વખતોવખત ચોક્કસ ઝુંબેશ ચલાવતા હોય છીએ અને વધુ એક વખત ઝુંબેશ કરી ને આવા હોર્ડીંગ્ઝ જપ્ત કરીશું...અમે મંજૂરી આપી છે પણ આંકડો નથી:નાયબ ઈજનેર:એસ્ટેટ વિભાગ:JMC 
મનપાના સ્ટ્રીટલાઈટ ના થાંભલાઓ પર લાગેલ હોર્ડીંગ્ઝ અંગે જયારે મનપાની એસ્ટેટવિભાગના નાયબ ઈજનેર દીક્ષિતની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે મોટાભાગના આયોજકો એ મંજુરી લીધી છે પણ જયારે આયોજકોના નામો અને હોર્ડીંગ્ઝની સંખ્યા વિષે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ તેની પાસે નહોતો...

 

ભૂતકાળમાં શાશકપક્ષના જ એક સભ્યએ આ મુદ્દો ઉઠાવતા એસ્ટેટવિભાગ છતો થયો હતો..
થોડાસમય પૂર્વે મનપાના સ્ટ્રીટલાઈટના થાંભલાઓ પર એક ખાનગીશાળા દ્વારા કોઈપણ જાતની મંજૂરી વિના બોર્ડ લગાવ્યાનું સામે આવતા ખુદ શાશકપક્ષ ભાજપના જ સીનીયર સભ્યએ જાહેરમા આ બાબતની ઝાટકણી કાઢતા એસ્ટેટ વિભાગની પોલ છતી થઇ જતા આવા હોર્ડીંગ્ઝ ગોતવા નીકળવું પડ્યું હતું.. ત્યારે ફરી આવું જ થયું છે કે કેમ તપાસ  માંગી લેતો વિષય છે