જામનગર:ફૂડ શાખાની ટીમે એક સપ્તાહમાં કરી આ કાર્યવાહી

નામાંકિત દુકાનોમાંથી નાશ કરાવવાની કાર્યવાહી 

જામનગર:ફૂડ શાખાની ટીમે એક સપ્તાહમાં કરી આ કાર્યવાહી
file image

જામનગર:

નોવેલ કોરોના વાયરસ મહામારી ની પરિસ્થિતિને ધ્યાને લેતા તથા કલેકટર જામનગર દ્વારા લાગુ કરવામાં આવેલ જાહેરનામા અનુસંધાને શહેરમાં આવશ્યક જરૂરી ખાધપદાર્થ સિવાયના પ્રતિબંધિત ખાધપદાર્થ નું વેચાણ વિતરણ સંગ્રહ અંગે કમિશ્નર એસ એ પટેલ ના માર્ગ દર્શન હેઠળ ગત અઠવાડિયા દરમિયાન મીઠાઇ ફરસાણ ની પેઢી ગોડાઉન ની FSO ની ટીમ દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવેલ જેમાં


- શ્રી અંબિકા ડેરી ફાર્મ : દરેડ GIDC (ઉત્પાદન યુનિટ)
  બરફી 30 કિલો, ચુરમા ના લાડુ 50 કિલો, થાબડી 20 કિલો, માવા સેન્ડવિચ 20 કિલો,  શ્રીખંડ 30 કિલો, 
-સુરેશ સ્વીટ એન્ડ ફરસાણ : મારુકંસારા હૉલ પાસે,રણજીત સાગર રોડ 
  ફરસાણ 200 કિલો, મીઠાઇ 30 કિલો 
- શ્રી અંબિકા ડેરી પ્રોડકટ : MP શાહ ઉધોગનગર (ઉત્પાદન યુનિટ)
   ફરસાણ 100 કિલો, મીઠાઇ 55 કિલો, બંગાળી 20 કિલો 
- શ્રી સદગુરૂ ડેરી ફાર્મ : 58 દિ પ્લોટ (ગોડાઉન)
  ફરસાણ 36 કિલો, મીઠાઇ 15 કિલો, ગુલાબજાંબુ 35 કિલો 
- એકતા સ્વીટ :  રણજીતનગર મેઇન રોડ  
   ફરસાણ 100 કિલો 
- શ્રી અંબિકા ડેરી એન્ડ સ્વીટ : 20 દિ પ્લોટ 
   ફરસાણ 20 કિલો

ઉપરોકત છ પેઢી માં લોકડાઉન -3 દરમિયાન દુકાનો બંધ રહેતા પેઢીમાં સંગ્રહેલ ફરસાણ અને મીઠાઇનો જથ્થો વણ વેચાયેલ હોવાથી ટેલિફોનીક જાણકારી થ પેઢી ઑ ખોલાવી સમગ્ર વાસી જથ્થો ફૂડ બીજનેસ ઓપરેટર દ્વારા એફ એસ ઑ ની ટીમ ની હાજરી માં નાશ કરવામાં આવેલ છે. તેમજ  સંજીવની મેડિકલ સ્ટોર્સ જે  પેલેસ ગ્રાઉન્ડ સામે જોગર્સ પાર્ક પાસે આવેલ છે, તે લોકડાઉન પાર્ટ ૩ના ભંગ બદલ પ્રતિબંધિત ઠંડાપીણા મેંગો ફ્રૂટી, એપલ FIZZA, ફ્રૂટ બીયર, મોન્સ્ટર જુયસ, મોન્સ્ટર એનર્જી ડ્રિંક, સોફટી  વગેરેનો નાશ કરાવેલ છે.