દ્વારકા:હોડી ડૂબવાથી 5 માછીમારોના મોત,૦૪ જેટલા લાપતા

3  કિનારે સલામત પહોંચ્યા...

દ્વારકા:હોડી ડૂબવાથી 5 માછીમારોના મોત,૦૪  જેટલા લાપતા

Mysamachar.in-:દેવભૂમિ દ્વારકા:

દ્વારકા ના રૂપેણ બંદરેથી હાલમાં માછીમારીની મનાઈ હોવા છતાં કેટલાક માછીમારો પાંચ બોટો સાથે માછીમારી કરવા જાહેરનામાનો ભગં કરી માછીમારી કરવા જતા મધદરીયે બે બોટ પલટી જતાં  પિતા અને પુત્ર સહિત 5 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે, બોટ ડૂબી  જતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે, ઘટનાથી માછીમાર સમાજમાં માતમ છવાઈ જવા પામ્યો છે, આ ઘટનામ કુલ પાંચ નો મૃત્યુઆંક થઇ ચુક્યો છે, જયારે ત્રણ માછીમારો જીવ બચાવીને પરત આવ્યા છે,હજુ ચાર જેટલા લોકો લાપતા હોવાની વાત પણ સામે આવી રહી છે.