પોલીસને જોઇ આડાઅવળા થવા લાગ્યા યુવકો, તપાસ કરી તો...

પાંચ શખ્સોની ધરપકડ

પોલીસને જોઇ આડાઅવળા થવા લાગ્યા યુવકો, તપાસ કરી તો...
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

ભલે રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે પરંતુ પોલીસનો ખોફ હજુ યથાવત છે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે, અહીં સ્પા સેન્ટર પર તપાસ કરવા પહોંચેલી પોલીસ ટીમને હુક્કાબાર હાથ લાગ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં સ્થિત એક કોમ્પલેક્ષમાં સ્પાની તપાસ કરવા પહોંચી હતી, આ દરમિયાન એક ફાયનાન્સ ઓફિસમાં પોલીસ ટીને જોઇ એક યુવક અંદર ભાગ્યો, જ્યારે અન્ય કેટલાક શખ્સો આડાઅવળા થવા લાગ્યા, જે કોઇને પોલીસને શંકાસ્પદ હિલચાલ જણાતા ઓફિસમાં ચેકિંગ હાથ ધર્યું તો એક શખ્સ હુક્કો સંકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પોલીસે જે.એમ.ડી ફાયનાન્સ ઓફિસમાં હુક્કો પીતાં પાંચ શખ્સ યોગેશ શેલકર (રહે. નિકોલ), રોહિતસિંગ બેસ (રહે. મુંબઈ), નવદીપસિંગ તોમર (રહે. પાર્શ્વનાથ ટાઉનશીપ, કૃષ્ણનગર), દિનેશસિંગ તોમર (રહે. પાર્શ્વનાથ ટાઉનશીપ, કૃષ્ણનગર) અને સુમિતપુરી ગોસ્વામી (રહે. કૃષ્ણનગર)ની ધરપકડ કરી છે, આ દરમિયાન હુક્કો તથા અલગ અલગ ફ્લેવર મળી આવી છે, તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી યોગેશ શેલકર મિત્રોને બોલાવી ઓફિસમાં હુક્કાની મહેફિલ માણી રહ્યો હતો.