પહેલા વિદ્યાર્થીનીના ફોટાઓ પાડી અને બે યુવકોએ બ્લેકમેઇલ કરી આચર્યું દુષ્કર્મ...

હેવાનીયતની હદ...

પહેલા વિદ્યાર્થીનીના ફોટાઓ પાડી અને બે યુવકોએ બ્લેકમેઇલ કરી આચર્યું દુષ્કર્મ...
sybolice image

Mysamachar.in-સુરત:

ગુજરાતમાં દિવસે ને દિવસે સગીરાઓ અને યુવતીઓ પર દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે,ત્યારે મેટ્રોસીટી સુરતમાં જ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે,વરાછા વિસ્તારમાં વસવાટ કરતી અને ૧૧ મા ધોરણમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોબાઈલમા ફોટાઓ પાડ્યા બાદ તે ફોટાઓ ને આધારે બે યુવકોએ તેણીને બ્લેકમેઇલ કરી અને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે,

ધો.૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને છેલ્લા ઘણા સમયથી નજીકમાં રહેતો ગોપાલ હેરાન-પરેશાન કરતો હતો. સ્કૂલ અને ટયૂશનની બહાર અડિંગો જમાવી કિશોરીને રંજાડતો હતો. દરમિયાન એક વખત  બળજબરી કરી વિદ્યાર્થીનીના મોબાઇલમાં ફોટા પણ પાડી લીધા હતા.જે ફોટોગ્રાફ્સ થકી ગોપાલ વિદ્યાર્થીનીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું,અને થોડા દિવસો પૂર્વે સવારે ગોપાલ પીડિતાને બળજબરી કરી બાઇક પર બેસાડી વેલંજા નજીક લઇ ગયો હતો.જ્યાં અવાવરું જગ્યાએ લઇ જઇ શારીરિક અડપલાં કરવાની શરૂઆત કરી હતી,જેનો પીડિતાએ વિરોધ કરતાં  ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી ગોપાલે દુષ્કર્મ આચર્યુ હતું,

જ્યાં તકનો લાભ લેવા ગોપાલનો મિત્ર તુષાર પણ આવી ચઢ્યો હતો અને તેણે પણ પીડિતા સાથે અડપલાં કર્યા હતા.દુષ્કર્મનો  ભોગ બનાવ્યા બાદ કોઇને પણ વાત કરશે તો તેણીના ભાઇને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આખરે પીડિતાએ ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર, પોક્સો એક્ટ અને કલમો હેઠળ ગુનો નોંધી ગોપાલ અને તુષાર ધરપકડ કરી છે.