રણજીતસાગર રોડ પર ખાનગી ફાયરીંગની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ 

એસપી પણ દોડી ગયા 

રણજીતસાગર રોડ પર ખાનગી ફાયરીંગની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ 

Mysamachar.in-જામનગર:

જામનગરના રણજીતસાગર રોડ પર આજે રાત્રીના સમયે એક ખાનગી ફાયરીંગની ઘટના સામે આવતા એસ.પી.સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પટેલપાર્ક નજીકના ઘટનાસ્થળે દોડી ગયા હતા, ઘટનામાં દીવાન નામના વ્યક્તિને ઇજાઓ પહોચતા હાલ તેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, ઘટનામાં રિવોલ્વર દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું છે કે એરગન દ્વારા ઉપરાંત ક્યા કારણોસર અને કોના દ્વારા આ વ્યક્તિ પર ફાયરીંગ કરવામાં આવ્યું છે તે તમામ બાબતો પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જો  કે ઘટનાસ્થળ પર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે એક્સઆર્મીમેન દ્વારા દીવાન પર ફાયરીંગ કરવામાં આવ્યું છે.