ઘોઘાના દરિયામાં ટગ બોટમાં બ્લાસ્ટ સાથે લાગી આગ,જુઓ VIDEO..

૪ ના મોતની આશંકા

Mysamachar.in-ભાવનગર:

ભાવનગરના ઘોઘાના દરિયામાં પિરમબેટ નજીક ટગ બોટમાં એકાએક બ્લાસ્ટ થવાથી આગ લાગતાં ૪ લોકોના મોતની આશંકા દર્શાવવામાં આવી રહી છે,ત્યારે આ બનાવ બનતા પિરમ ટાપુ પાસે ભારે અફ્ળાતફળીનો માહોલ સર્જાયો હતો,વરુણ નામની ટગ બોટ ૧૪ વ્યકિત સાથે અલંગમાં શીપ લેવા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી,

ત્યારે વરુણ નામની ટગ બોટમાં બ્લાસ્ટથી આગ લાગવાની ઘટના સામે આવતા G.M.B.ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને બચાવ કાર્ય હાથ ધરીને ૩ વ્યકિતને રેસક્યુ કરી ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, ટગ બોટમાં બ્લાસ્ટથી લાગેલ આગનો VIDEO જોવા ઉપર ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.